પૂર્વ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચરને અધિક કલેકટરનો વધારાનો ચાર્જ આઠ મહિના સુધી આપવામાં આવ્યો હતો. થોડાક દિવસો પહેલા ખાચરની બદલી મોરબીના અધિક જિલ્લા કલેકટર તરીકે થયા પછી તેની જગ્યાએ અધીક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધીની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ બે દિવસ પહેલા જ ઝોન એકના પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીને સોંપવામાં આવ્યો હતો. શનિવારે ખાચરની બદલી થઈ હતી અને સોમવારે તેમણે અધિક જિલ્લા કલેકટર ગાંધી સમક્ષ ચાર્જ છોડો હતો. કલેકટર પ્રભવ જોશી ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં ગયા હતા. આ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની જવાબદારી કે.જી.ચૌધરીને સોંપવામાં આવી હતી. પરંતુ માત્ર બે દિવસમાં જ ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટે હત્પકમ કરીને ચૌધરી પાસેથી આ ચાર્જ લઈને અધિક કલેકટર ચેતન ગાંધીને સોપવા જણાવ્યું હતું. ગઈકાલે આ પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે.
રેવન્યુ વિભાગના અધિકારીઓમાં ચર્ચાતી વિગત મુજબ પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને જસદણના પ્રાંત અધિકારી રાજેશ આલને સરકારે થોડા સમય પહેલા પ્રમોશન આપીને તેની મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. હવે આ બંને અધિકારીઓ સહિત નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી લેવલના અનેક અધિકારીઓની બદલીઓ વાઇબ્રન્ટ સમિટના સમાપન પછી તારીખ ૧૫ આસપાસ થવાની શકયતા છે અને તેથી જ ચૌધરી પાસેથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીનો વધારાનો ચાર્જ પરત લઈ લેવાયો છે. ચૌધરી અને આલ સહિતના અધિકારીઓની બદલી વખતે જે હત્પકમો થશે તેમાં રાજકોટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની જગ્યા પણ ભરાઈ જશે.
બદલીના આ હત્પકમમાં મામલતદાર કેડરમાં પણ મોટા પ્રમાણમાં ફેરફારો તોળાઈ રહ્યા છે. ગઈકાલે રાય સરકારે અને ચૂંટણી પંચે અલગ અલગ પરિપત્રો પાઠવીને રાજકોટ –શહેર જિલ્લામાં એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેનાથી વધુ સમય કામ કરતા હોય તેવા અને વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા મામલતદાર, ડેપ્યુટી કલેકટરો, પ્રાંત અધિકારીઓ વગેરેના નામો મંગાવ્યા છે રાજકોટ જિલ્લામાં આ મુજબ જેતપુર શહેર અને જેતપુર ગ્રામ્યના બે મામલતદારો બદલીના માપદંડમાં આવી જાય છે અને તેથી તેમની પણ બદલી થવાની શકયતાઓ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech