વાહનમાં ઈંધણથી વાયુ પ્રદુષણ ફેલાવવાના કારણે પર્યાવરણ સહિતને નુકસાન થવાથી સરકાર દ્રારા પોલ્યુશન ઘટાડવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વાહનમાં ધુમાડાના કારણે ફેલાતા પ્રદુષણ તત્વો નિયંત્રણમાં રહે એ અને વાહન કેટલું પ્રદુષણ હવામાં ફેલાવે છે એ જાણવા માટે ભારત સરકાર દ્રારા પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) પ્રમાણ પત્ર મેળવવાનું રહે છે. સરકાર માન્ય પીયુસી સેન્ટરમાંથી આપવામાં આવતા સર્ટીમાં ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્રારા કેટલાક ફેરફાર સાથે પાયલોટ પ્રોજેકટ લોંચ કરવામાં આવ્યો છે. અગાઉ પીયુસી સેન્ટર ખાતે માત્ર આગળ અને પાછળની નંબર પ્લેટ બરાબર રીતે દેખાઈ એ રીતે ફોટો કિલક કરી અપલોડ કરવામાં આવ્યા બાદ પીયુસી સર્ટી આપવામાં આવતું હતું. જયારે હવે પીયુસી મોડુલમાં ફેરફાર કરી પીયુસીસી સોટવેર વર્ઝન ૨.૦ (પીયુસીસી ૨.૦) સાથે મોબાઈલ એપ્લિકેશન સાથે અધતન કરવામાં આવ્યું છે. આથી હવે પીયુસી સેન્ટર ધારકો દ્રારા નંબર પ્લેટના ફોટાની સાથે વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો, તથા વાહનનો ૪ થી ૫ સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરી પીયુસીસી ૨.૦માં અપલોડ કરવાનો રહેશે તેમજ પીયુસી સેન્ટરના ૩૦ થી ૪૦ મીટરની ત્રિયામાં જ પીયુસી સર્ટિફિકેટ ઈશ્યુ થશે. આ તમામ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ પીયુસી સર્ટી નીકળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાહનોના ધુમાડાને કારણે ફેલાતા પ્રદુષણને અટકાવવા માટે પેટ્રોલ, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ થાય એ માટે ઓટો મોબાઇલ્સ સેકટરમાં સીએનજી બાદ ઇલેકિટ્રક બાઈક–કાર માર્કેટમાં લોંચ કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્રારા પ્રોત્સાહન પે ઈ–વાહનોમાં સબસીડી પણ આપવામાં આવી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે સીએનજી અને ઈલેકટિ્રક વાહન લેવા તરફ લોકો વળ્યાં છે
આ જિલ્લામાં આજથી અમલવારી
ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્રારા પીયુસી વર્ઝન ૨.૦ લોંચ કરવામાં આવતા હાલના તબક્કે આણંદ, બારડોલી, જૂનાગઢ, જામનગર અને મહેસાણામાં આજથી અમલવારી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જયારે સૂત્રોના કહેવા મુજબ આ પાયલોટ પ્રોજેકટ હોવાથી હાલ આ જિલ્લાઓમાં શઆત કરવામાં આવી છે જે બાદ અન્ય જિલ્લાઓના પીયુસી સેન્ટર ખાતે પણ અમલાવરી કરાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech