કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ પડવલા રોડ ને જોડતા વાસંગી દાદા ના મંદિર નજીક આવેલ નદીના પુલની અતિ જર્જરીત હાલત છે. અકસ્માત થાય તેવી તંત્ર રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. અને પુલ ઉપર પણ રોડ માં સળીયાં દેખાવા લાગ્યા છે અને મસ મોટા ખાડાઓ પડી ગયેલ છે. તેમજ વાહન ચાલકોને રોજ રોજ વાહન ચલાવવામાં પોતાના જીવ ના જોખમમાં મૂકીને વાહન ચલાવવામાં મજબુર બને છે આ પુલ ઉપર થી રોજ ના હજાર વાહનો ની અવર-જવર થતી હોય છે.
વર્ષો પેલા આ પુલ બન્યો હોવાનું ગામ લોકો પાસે થી જાણવા મળેલ છે. પણ બન્યા બાદ કોઈ રિપેરિંગ નહીં કરવામાં આવતા.આ હાલ છે
પૂલ ની બાજુ માં બંને સાઈડો ની સેફટી દીવાલો ખુલ્લી હોય છે. જેથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવું દેખાય રહ્યું છે. આ તંત્ર એક મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.આવી પરિસ્થિતિ આ પુલ ની ગંભીર તાથી નોંધ લેવામાં આવતી નથી ઉપરથી અનેક અધિકારીઓની અને તંત્રની ગાડીઓ આવતી જતી હોય છે આ સમસ્યા નું નિવારણ તંત્ર દ્વારા ક્યારે કરાસે તે લોકો ધણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે.તંત્ર દ્વારા વહેલી તકે આ પુલ તથા રેલિંગ નું સમારકામ હાથ ધરાય તેવી લોક માગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech