આર્થિક ડેટાની સચોટતા અને સુસંગતતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયએ 2012 થી 2024 સુધી ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઇ) ના આધાર વર્ષને અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આધાર વર્ષ ઇકોનીમિક વેરીએબલ્સમાં ફેરફારોને માપવા અને સમય જતાં સૂચકોની સંબંધિત કામગીરીની તુલના કરવા માટે એક રેફરન્સ પોઈન્ટ પૂરું પાડે છે. તેમ આર્થિક સર્વેક્ષણ અહેવાલમાં જણાવાયું છે.
સર્વેમાં જણાવાયું છે કે, સામાન અને સેવાઓ માટે પ્રોડ્યુસર પ્રાઈઝ ઈન્ડેક્સ બનાવવાના ચાલુ પ્રયાસોને કોસ્ટ પુશ ઇનફલેશન એપિસોડને વધુ સારી રીતે સમજવા માટે ઝડપી બનાવી શકાય છે. આ સાથે, જીડીપીની ગણતરી માટે બેઝ યરને અપડેટ કરવા અંગે વિચાર-વિમર્શ કરવા અને નિર્ણય લેવા માટે નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સ પર એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે.
યુઝ પેટર્ન, ક્ષેત્રોનું વજન અને નવા ક્ષેત્રોનો સમાવેશ સહિત અર્થતંત્રના માળખામાં ફેરફાર સાથે સૂચકાંકોને સંરેખિત રાખવા માટે આધાર વર્ષનું નિયમિત અપડેટ કરવું જરૂરી છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, તે મહત્વપૂર્ણ છે કે મહત્વપૂર્ણ ડેટા શ્રેણીના આધાર વર્ષ જેમ કે જીડીપી, વિવિધ ભાવ સૂચકાંકો અને ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક જેવા વોલ્યુમ સૂચકાંકોને શક્ય તેટલી વહેલી તકે સૌથી તાજેતરના વ્યવહારુ વર્ષમાં અપડેટ કરવામાં આવે. આઈઆઈપી જેવા સૂચકાંકોના રાજ્ય-સ્તરના પ્રકારો ઉભરતી ભૌગોલિક પેટર્નને સમજવામાં મદદ કરશે. સર્વે ડેટા જે નિયમિત અંતરાલ પર ખાનગી ક્ષેત્રની મૂડી નિમર્ણિને સમજવામાં મદદ કરે છે તે નીતિ ઘડતરમાં પણ મદદ કરશે.
આ વર્ષની શરૂઆતમાં, સરકારે રાષ્ટ્રીય ખાતાઓ માટે બેઝ યરના સંશોધનની દેખરેખ રાખવા માટે બિસ્વનતા ગોલ્ડરની અધ્યક્ષતામાં 26 સભ્યોની સમિતિની રચના કરી હતી. વધુમાં, ખાદ્યપદાર્થોના ભાવની દેખરેખ અને વ્યવસ્થાપ્નને વધારવા માટે, સરકાર આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ માટે હાઇ ફ્રિક્વન્સી ડેટા સ્ટોર સિસ્ટમને સંકલિત કરવાની યોજના ધરાવે છે.
આર્થિક સર્વેક્ષણ 2024 જણાવે છે કે, વિવિધ વિભાગો દ્વારા એકત્રિત કરવામાં આવેલ આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ માટે હાઇ ફ્રિક્વન્સી પ્રાઈઝ મોનિટરિંગ ડેટાને એવી રીતે જોડી શકાય છે કે ફાર્મથી અંતિમ ઉપભોક્તા સુધીના દરેક તબક્કે કિંમતો પરિમાણયોગ્ય અને મોનિટરેબલ હોય. આ પહેલનો ઉદ્દેશ ફાર્મથી અંતિમ ઉપભોક્તા સુધીના ભાવની વધઘટને ટ્રેક કરવાનો છે, જેથી ભાવને સ્થિર કરવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ અસરકારક વહીવટી પગલાં લઈ શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech