ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે "સતરંગી રે" પારિવારિક કથા વાળી ફિલ્મ મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે તેવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમા રાજ બાસીરા છે અને જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી સહિતના કલાકારો ભાવનગરની મુલાકાતે આવ્યા હતા..
આ ફિલ્મ સાથે ભાવિની જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બૂચ, પૂજા સોની, જીગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મોનાં નામી કલાકાર પણ સંકળાયેલા છે. આ ફિલ્મ ભાવનગર સહિત ગુજરાતમાં ૨૦ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન અર્થે રાજ બાસીરા અને કથા પટેલ તથા અભિનેતા ધર્મેશ જોશી સહીત ડિરેક્ટર ઈર્શાદ દલાલ ઉપરાંત નિર્માતા વિપુલભાઈ ગાંગાણી ભાવનગરની મુલાકાતે આવ્યાં હતા અને આ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ભાવનગરના રહેવાસીઓએ હંમેશાથી ગુજરાતી ફિલ્મોને ભરપૂર પ્રેમ આપ્યો છે અને આ ફિલ્મને પણ તેટલી જ વધાવશે. આ ફિલ્મના દિર્ગદર્શનની કલામ સાંભળી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર ઈર્શાદ દલાલ એ. ઉપરાંત આ ફિલ્મનું લેખનકાર્ય પણ ઈર્શાદ દલાલ દ્વારા જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર છે ગોલ્ડ ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડનાં ઓનર રાજબાસીરા અને ,વિપુલભાઈ ગાંગાણી. એમની સાથે કો પ્રોડ્યુસરમાં ટી-૩ પ્રોડક્શન હાઉસનાં ડો. તરૂણ ટંડેલ અને દિનેશ માંગુકિયા જોડાયેલા હતા. આ ફિલ્મમાં ફિલ્મમાં પાંચ ગીતો છે અને બધા ગીતો બહુ જ સરસ બન્યા છે. આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને સુપરહિટ ગાયકો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, એશ્વર્યા મજમુદાર, ચેતન ફેફરે ગાયા છે. સંદેશ અનોખો છે, સંગીત અનોખુ છે અને કથા અનોખી છે...મજા પણ અનોખી છે "સતરંગી રે "
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech