પોરબંદરમાં સગીરાના અપહરણ અને બળાત્કારના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સ્પેશ્યલ પોકસો કોર્ટે સજા ફટકારી છે.
વર્ષ ૨૦૧૯માં પોરબંદરમાં અભિષેક દુષ્યંત સવનીયા સામે બળાત્કાર અને પોકસો સહિત અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. આ કામના ફરીયાદ પક્ષના કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી પોરબંદર મુકામે રહે છે. ભોગ બનનાર ફરીયાદીની પુત્રી થાય છે. બનાવ સમયે ભોગ બનનાર સગીરવયના હતા અને તેની સાથે આરોપીને પરિચય હતો. આરોપીએ તા. ૮-૧-૨૦૧૯ના રોજ રાત્રીના બાર વાગ્યા પછી ભોગ બનનાર ફરીયાદીના કાયદેસરના વાલીપણામાં રહેલ હોય તેને ફરીયાદીની જાણ બહાર તેના ઘરેથી મોટરસાયકલમાં લઇ જઇ તેણી સાથે તેણીની ઇચ્છા અને મરજી વિધ્ધ તેણીની આબ લેવાના ઇરાદે શારીરિક અડપલા કરેલ અને શારીરિક સંબંધ બાંધી -બળાત્કાર કરી અને ભોગ બનનાર સાથે ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કરેલ. તે મતલબના આક્ષેપ સાથે ફરીયાદીએ આરોપી વિધ્ધ ફરિયાદ આપેલ છે. ફરીયાદી દ્વારા ઉપરોકત હકીકતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ અને ફરીયાદ આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ તથા પોકસો એકટની કલમ-૬,૧૨ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા રોકાયેલ હતા. જેઓ દ્વારા ૨૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૪ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા. તથા સરકાર તરફે દલીલ કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી અભિષેક દુષ્યંતભાઇ સવનીયાને ઉપરોકત ગુન્હાના કામે કસુરવાન ઠરાવી પોરબંદરના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણની કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સખત કેદની સજા તા. ા. ૨૨,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech