ઘર વિહોણા ગરીબોને ઘરનું ઘર આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજય સરકાર દ્રારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને મહાનગરપાલિકા દ્રારા પણ પોતાના ખર્ચે શહેરમાં આવાસ યોજનાઓનું નિર્માર્ણ કરવામાં આવતું હોય છે. દરમિયાન આવાસ યોજનામાં આવાસ મેળવ્યા બાદ લાભાર્થીઓ તેમાં પરિવાર સાથે રહેવા જવાને બદલે અન્યોને ભાડે આપી દઇને કમાણી કરતા હોવાનું અનેક વખત સામે આવતા હવે આ બાબતે નવી નીતિ ઘડવામાં આવી છે. કમિશનર તુષાર સુમેરાએ ઘડેલી નવી નીતિને આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં મંજુરીને મહોર લગાવવામાં આવશે.
આવાસમાં પહેલી વખત ભાડુઆત મળે તો એક મહિનો સીલ અને પાંચ હજારનો દંડ, બીજી વખત ભાડુઆત મળે તો બે મહિના સીલ અને દસ હજારનો દંડ, ત્રીજી વખત ભાડે આપતા ઝડપાય તો કાયમી ધોરણે ફાળવણી રદ કરવામાં આવશે. આવાસ ભાડે આપતા ઝડપાયા હોય તેનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે તેમજ આ માટેનો એક ખાસ સોફટવેર પણ બનાવાશે. એકંદરે કહી શકાય કે હવે રાજકોટમાં આવાસ ભાડે આપનારનું આવી બનશે.
આવાસ યોજનાઓમાં સીલ કરેલા આવાસોના સીલ ખોલવાના નિયમો પણ અત્યતં કડક બનાવવામાં આવ્યા છે. નિયત સમય મર્યાદા પૂર્ણ થયે આવાસ યોજના વિભાગમાં દસ્તાવેજની નકલ, એલોટમેન્ટ લેટર અને ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝડ સોગંદનામું રજૂ કર્યા બાદ જ સીલ ખુલશે. આ અરજીની ફાઇલ ઉપર આવાસનું સીલ ખોલવા માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીની મંજુરી પણ મેળવવાની રહેશે. આવાસ ભાડે આપવાની હરકત કરનાર નિયત દંડની રકમ ભરપાઇ કરે ત્યારબાદ તેની પહોંચ આવાસ યોજના શાખામાં રજૂ કર્યા પછી ફીલ્ડ સ્ટાફ સીલ ખોલવા માટે જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech