છેલ્લા બે મહિનાથી સમાચારોમાં રહેલું ન્યૂયોર્કનું નાસાઉ સ્ટેડિયમ તૂટી રહ્યું છે. આ સ્ટેડિયમને તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. આ સ્ટેડિયમ લગભગ 106 દિવસમાં પૂર્ણ થયું હતું. તેના નિર્માણનો ખર્ચ લગભગ 250 કરોડ રૂપિયા હતો.
ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં જ ભારતે જીતની હેટ્રિક લગાવી છે. ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડ કપની અત્યાર સુધીની તમામ મેચ આ મેદાન પર રમી છે. આ મેદાન પર ભારત-પાકિસ્તાન મેચ પણ રમાઈ હતી. અહીંની પિચ પણ ઘણા વિવાદોમાં રહી હતી. હકીકતમાં આ મેદાન પર 100 રન બનાવવા પણ મુશ્કેલ હતા.
શા માટે નાસાઉ સ્ટેડિયમ તોડી પાડવામાં આવે છે?
વિચારી રહ્યા હશો કે આ સ્ટેડિયમ શા માટે તોડી પાડવામાં આવી રહ્યું છે. ન્યૂયોર્કનું નાસાઉ સ્ટેડિયમ માત્ર 2024 T20 વર્લ્ડ કપ માટે જ બનાવવામાં આવ્યું હતું. આ એક અસ્થાયી સ્ટેડિયમ હતું, જ્યાં પીચો પણ બહારથી લાવવામાં આવી હતી. સ્ટેડિયમ તોડી પાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બુલડોઝર અને ક્રેન વડે સ્ટેડિયમને તોડી પાડવામાં આવી રહ્યું છે.
જાણો શું હતી આ સ્ટેડિયમની ખાસિયત
ન્યુયોર્કનું નાસાઉ સ્ટેડિયમ વિશ્વનું મોટું મોડ્યુલર સ્ટેડિયમ હતું. અહીં લગભગ 30 હજાર દર્શકો માટે બેસવાની સુવિધા હતી. અહીંની પિચ ઓસ્ટ્રેલિયામાં તૈયાર કરવામાં આવી હતી અને પછી ખાસ ડ્રોપ ઇન કરવામાં આવ્યું હતું. 2024 T20 વર્લ્ડ કપમાં અહીં કુલ આઠ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે અહીં પાકિસ્તાન સામે 119 રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાએ અહીં બાંગ્લાદેશ સામે 113 રન બનાવ્યા હતા. જોકે કેનેડાએ અહીં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. કેનેડાએ અહીં 137 રન બનાવ્યા હતા, જે સર્વોચ્ચ સ્કોર હતો. અહીંની પીચ ઝડપી બોલરો માટે ઘણી મદદરૂપ હતી. આ મેદાન પર શ્રીલંકાની ટીમ માત્ર 77 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ત્યારબાદ 78 રનનો ટાર્ગેટ પૂરો કરવામાં સાઉથ આફ્રિકાને પરસેવો છૂટી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech