ઉપલેટાના લાઠ ગામે ભાદર નદીમાં ભારે પાણીના કારણે છેલ્લા ત્રણ દિવસથી લાઠ ગામના વાહન વ્યવહાર બધં થઇ જતાં ભારે હાલાકી જોવા મળી હતી.ભાદર વેણું અને મોજ નદીના ભારે પાણીના પ્રવાહ સમગ્ર ગામમાં ઘૂસી જતાં ગામમાંથી વાડી તરફ જઇ રહેલા ખેત મજુર ઉદેસગં સોમાભાઇ રાઠોડ (ઉ.વ.૫૫) ગામ ડોસા, તા.રામોદ, જી.ભરૂચ હાલ રહે ટેલીફોન એકસચેન્જ પાસે ઝુપડપટ્ટીમાં લાઠ ગામના પાદર પાસે પાણીમાં ગરકાવ થઇ જતાં ઘટનાની જાણ ગામના સરપચં પૃથ્વીસિંહ ચુડાસમાએ મામલતદાર અને ધારાસભ્યને કરતા તરત જ મામલતદાર મહેશ ધનવાણી અને ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયા ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિગતો મેળવી તાત્કાલીક એસડીઆરએફની મદદથી પાણીમાં ગરકાવ થઇ ગયેલા આધેડની શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી. રાત્રી દરમિયાન લાશ શોધવામાં એસડીઆરએફની ટીમને તકલીફ થતાં આજે સવારે ફરીથી શોધખોળ હાથ ધરાઇ છે. હાલ લાઠ ગામમાં સમગ્ર વિસ્તારમાં પાણી ઘૂસી જતાં ગામમાં પ્રવેશ કરવા મુશ્કેલ બન્યા છે.
જેને કારણે ઇમરજન્સી દવાખાને જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો. આ ચોમાસા દરમિયાન લાઠ ગામ બીજી વખત સંપર્ક વિહોણું બની ગયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech