રાયમાં બનાવટી ડોકયુમેન્ટથી બોગસ કંપનીઓ ખોલીને ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા સહિતની ગેંગ દ્રારા જીએસટી કૌભાંડ આચર્યાનું સામે આવ્યુ છે. જેમાં મહેશ લાંગાની બોગસ કંપનીમાંથી . ૪.૭૦ કરોડના વ્યવહારો કરવામાં આવ્યાનું સામે આવ્યુ છે. યારે હવે આ કેસની તપાસમાં ઇન્કમટેક્ષ અને ઇડી પણ જોડાઇ છે. આગામી સમયમાં તેની પ્રોપર્ટીને લઇને તપાસ કરવામાં આવશે.
આ મુદે પોલીસે ભાવનગર, ગીર–સોમનાથ, અમદાવાદ અને સુરતમાંથી ૨૨ શંકમદોને બોલાવીને પૂછપરછ શ કરી છે. ઉપરાંત આરોપીઓએ ભેગા મળીને કુલ ૨૨૦થી વધુ બોગસ કંપનીઓ ખોલીને કરોડોના વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યુ છે. તેમજ પત્રકાર મહેશ લાંગા પાસેથી બોગસ ડોનેશન સ્લીપો મળી હતી. તેમજ હાઇપ્રોફઇલ લાઇ સ્ટાઇલ જીવતો હતો. યારે ફાર્મ હાઉસ, હાઇફાઇ દલાલો સાથેની મિંટીગો, તેના કરોડોના ઘર તે તમામ બાબતને લઇને પોલીસે તપાસ શ કરી છે. બનાવટી ડોકયુમેન્ટના આધારે બોગસ ૨૦૦ કંપનીઓ ખોલીને જીએસટી કૌભાંડ આચરનાર ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા સહિત ચાર શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા હતા. જેમાં આરોપીના રિમાન્ડ મળતા પોલીસે કડક પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે ચારેય શખ્સોએ લોકોના બે નંબરના પિયાને વાઇટ કરવા માટે સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. મહેશ લાંગાએ ડી.એ.એન્ટરપ્રાઇઝ જેવી સાગરિતો સાથે મળીને અન્ય ૨૨૦થી વધુ બોગસ કંપનીઓ ખોલીને કરોડોના વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યુ છે. તેમજ આ કેસમાં ઇન્કમટેક્ષ, ઇડી સહિતની ટીમો જોડાઇ છે. આગામી સમયમાં તેની પ્રોપર્ટીને લઇને તપાસ કરવામાં આવશે.
જી.એસ.ટી.કૌભાંડમાં મનોજ લાંગાને તાજનો સાક્ષી બનાવાશે
બોગસ દસ્તાવેજોના આધારે ખોટા બિલો બનાવી કરોડો પિયાની જીએસટી ચોરી કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપી પત્રકાર મહેશ લાંગા સહિતના ૪ આરોપી સામે કેસ મજબુત કરવા માટે એફઆઇઆર માં દર્શાવેલ મહેશ લાંગાના પિતરાઇ ભાઇ મનોજ લાંગાને તાજનો સાક્ષી બનાવવામાં આવશે અને સાક્ષી મનોજકુમાર લાંગાનું મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી ની કલમ–૧૬૪ મુજબનું નિવેદન લેવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમા અત્યાર સુધીમાં ૯ સાક્ષીઓની પૂછપરછ કરી છે. જેમાં મનોજકુમાર લાંગા અને તેના મોટા ભાઇ નિલેશભાઇ લાંગાનું નિવેદન લેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech