ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧, રાય સરકારે, ગુજરાત રાયમાં ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન અને નિયમન માટેની જોગવાઇ કરવા અધિનિયમિત કર્યેા છે. સમગ્ર રાયમાં અધિનિયમનું અસરકારક અમલીકરણ કરવાના ઉદ્દેશથી, અધિનિયમ દ્રારા ફ૨માવ્યા પ્રમાણેના રજિસ્ટ્રેશન માટે ચિકિત્સા સંસ્થાઓને વાજબી સમય પૂરો પાડવાનું જરી જણાયું છે.
વધુમાં, અધિનિયમની અને તે હેઠળ પ્રસિદ્ધ કરેલા નિયમોની જોગવાઇઓનું સરળ અમલીકરણ કરવાના હેતુથી, દવાની વિવિધ માન્યતાપ્રા પદ્ધતિઓના પ્રતિનિધિત્વને સમાવિષ્ટ્ર કરવાનું પણ જરી જણાયું છે. તેવી જ રીતે, અધિનિયમ હેઠળ રાય ચિકિત્સા સંસ્થા પરિષદ (કાઉન્સિલ) અને જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના નામનિયુકત સભ્યોની મુદત નક્કી કરવાનું પણ જરી જણાયું છે. આ વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતુ.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું,કે રાયમાં નાના કિલનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીગં સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.રાજયમાં યોગ્ય તબીબી લાયકાત ધરાવતા અને એથીકલ પ્રેકીટસ કરતા ડોકટરોને રજીસ્ટ્રેશન થકી આવશ્યક કાયદાકીય પીઠબળ મળી રહે
રજીસ્ટ્રેશનના યોગ્ય ધોરણો ન ઘરાવતી તબીબી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ન થઇ શકે તેવી જોગવાઇ અને તેવા કિસ્સામાં દંડની જોગવાઇ થકી આવી સંસ્થાઓને નિયમન કરી શકાય તે ઉદ્દેશ્યથી આ કાયદો રાયમાં અમલમાં મૂકાયો છે.હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નસિગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી,તબીબી સાધનોની મદદથી યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો આ કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવીને પ્રમાણપત્ર લેવાનું રહે છે. આ કાયદા હેઠળ નેચરોપથી અને યોગ થેરાપીને બાકાત કરવામાં આવ્યા છે. વિધાનસભામા આ કાયદો પસાર થતા ધ ગુજરાત કિલનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ–૨૦૨૧ હેઠળ રાયની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે ૧૨–૦૯–૨૦૨૫ સુધી વધારવામાં આવશે
આ અગાઉ ૧૨–૦૩–૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.આરોગ્ય સંસ્થાઓને રાય આરોગ્ય વિભાગ દ્રારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે ૧૨–૦૯–૨૦૨૬ સુધી થશે. કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ આરોગ્ય સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહી ની જોગવાઈ કરવામાં આવી છે. કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રજીસ્ટ્રેશનને રદ્દ કરવાની તેમજ . ૧૦ હજાર થી . ૧ લાખ સુધીના દંડની જોગવાઇ કરી છે.રજીસ્ટ્રેશન વગર કિલનિક ચલાવવાના કિસ્સામાં . ૨૫ હજાર થી લઇ . ૧ લાખ સુધીના દડં ની જોગવાઇ,અધિકૃત વ્યકિત ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં . ૫ લાખ સુધીના દંડની જોગવાઇ કરી છે.
મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યકિતને નિયુકત કરવાની સત્તા આપવામાં આવશે. નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને યોગ અને નેચરોપથી (નિસર્ગેાપચાર પદ્ધતિ)ને માન્યતાપ્રા ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાશે ચિકિત્સા સંસ્થા માટેની રાય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુકં માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂં પાડવામાં આવશે. આ બિલ પર બોલતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ કાયદાની અમલવારી યોગ્ય રીતે થાય તે જરી છે તો ભાજપના ધારાસભ્ય ડોકટર સીજે ચાવડાએ જણાવ્યું હતું કે આ વિધેયક પસાર થવાથી સરકારના કાયદાને યોગ્ય પીઠબળ મળશે. બાદ આ બિલ સર્વ મતે પસાર કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech