સૌરાષ્ટ્રની જાણીતી જી.જી. હોસ્પિટલમાં એટલી ખામીઓ છે કે ગણવાનું શરૂ ક્યાંથી કરીએ ખબર નથી પડતી...!: ડોકટરો ખાનગી દુકાનો ચલાવે છે બહાર...
જામનગરની 97 વર્ષ જૂની, 1926 માં બનેલ સરકારી હોસ્પિટલ જે પેહલા ઇરવિન હોસ્પિટલ નામથી જાણીતી હતી જે હવે જીજી ના નામ થી પ્રખ્યાત છે માત્ર જામનગરના લોકો માટે જ નહીં પરંતુ બીજા શહેરો જેમકે દેવભૂમિ દ્વારકા, મોરબી, અને પોરબંદર સાથે સાથે ઘણા વિસ્તારો અને ગામડાનાં દર્દીઓ ને સારવાર માટે જીજી હોસ્પિટલનું મોટું નામ છે. દરરોજ લગભગ 10 હજાર લોકો અહીં પોતાની કે તેમના પ્રિયજનોની સારવાર કરાવવા માટે આવે છે. પણ આ જીજી હોસ્પિટલના દર્દીઓને જેટલી સારવારની જરૂર છે એના કરતા વધારે આ જીજી હોસ્પિટલ ને સારવારની જરૂર છે.
અફસોસની વાત એ છે કે અહી ફરજ બજાવતા ઘણા ડોકટરો જેમાં કેટલાક તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જેવા પદ પર હોય છે તે નિયમ વિરૂદ્ધ પોતાની દુકાનો બહાર ચલાવે છે. એટલે કે પોતાની ખાનગી હોસ્પિટલ અને દવાખાના ચલાવી રહ્યા છે. આ જોયા બાદ પણ પ્રશાસન તેમની સામે કાર્યવાહી કરતું નથી.
હાં...ત્યાં દર્દીઓને દવાઓ પણ મફતમાં મળતી હોય છે, પણ દવા જેવી રીતે આપવામાં આવે છે તે જોઈ ને તમને લાગશે કે હોસ્પિટલ ને દવાઓ ની વખત નથી કે શું ? જ્યાં એક જ સ્ટ્રીપ આપવાની હોય ત્યાં વગર જોયે દસ દસ સ્ટ્રીપ્સ આપી દેવા માં આવે છે. અને ખરેખર લગભગ દર ડિપાર્ટમેન્ટમાં કામ ની કેટલીક દવાઓ હોય છે, જે દર્દીઓને બારે પૈસા ખર્ચ કરીને પ્રાઇવેટ મેડિકલ થી જ મળે છે, એના પાછળ શું પોલિટીક્સ છે ખબર નહી ?
અહીં એક તરફ જૂની ઈમારત છે જે ખરેખર ભગવાન ભરોસે છે. ત્યાં માત્ર ગાય, કૂતરા જેવા પશુઓ જ અંદર ફરતા હોય છે પરંતુ દારૂ જે બંધ છે તેના નશામાં ઓટો રિક્ષા પણ અંદર આવી ફરી ને પાછી ચાલ્યા જાય છે અને મેનેજમેન્ટ વિચારતું રહે છે કે આ ભૂલો કોનાં માથા ઉપર મૂકવી. બીજી તરફ નવી બિલ્ડીંગની સુરક્ષા એટલી જ ચુસ્ત છે કે જાણે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ત્યાં રહેતા હોય. ત્યાંની સિક્યોરિટી નું વર્તન દરરોજ મીડિયામાં હેડલાઇન્સ બનાવે છે. તેનો ગેરમાનવીય વર્તન કોઈના નિયંત્રણમાં જ નથી.
ત્યાં નો પીડિયાટ્રિક વોર્ડ તો ભગવાન ભરોસે જ છે ખાસ કરીને રાતમાં. ત્યાં ઘણી વખત સિક્યુરિટી ગાર્ડ રાત્રે પણ ગુમ થઈ જતો હોય છે. જે વોર્ડમાં સૌથી વધુ મહિલાઓ દાખલ હોય છે ત્યાં તેમની સલામતી ભગવાન ભરોસે હોય છે. સુરક્ષાના અભાવે અપરાધિક પ્રકૃતિના લોકો, પછી તે નશાખોરો હોય કે જુગારીઓ, અહીં પડાવ નાખે છે.
ત્યાં સફાઈ નો શું હાલ છે તે ત્યાં આવતા-જતા લોકો તેને સરળતાથી પોતાની આંખે જોઈ શકે છે, પરંતુ વહીવટીતંત્રને આ બધું દેખાતું નથી. આ વિષય પર સુપ્રિટેન્ડેન્ટ સાહેબના પોતાના અનોખા મંતવ્યો છે. જ્યારે તેને આઈસીયુમાં વંદો હોવા નાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે માત્ર કોકરોચ જ મળ્યા છે. ઉંદરો નહીં દેખાયો...અદ્ભુત સાહેબ મહોદય !
સમયાંતરે અનેક મોંઘા મશીનો હોસ્પિટલને દાનમાં આપવામાં આવ્યા છે, પરંતુ આ મશીનો જ્યારે જોઈએ ત્યારે ખરાબ જ હોય છે. કાં તો તેઓ રાજનીતિનો ભોગ બને છે અથવા ખરાબ મેનેજમેન્ટનો. જેનો અસર આખરે ગરીબ દર્દીઓ ઉપર પડે છે અને તેને બહારથી રીપોર્ટસ પૈસા ભરીને કરાવા પડે છે.
સરકારી કાર્ડ જેમકે અમૃતમ કાર્ડ અહીં કામ કરે છે પણ ખતરનાક સમય બરબાદ કરવા પછી. જ્યારે કોઈ દર્દીને અહીં દાખલ કરવામાં આવે છે ત્યારે સરકારી કાર્ડ એક્ટિવેટ કરવા અને સમયનો વ્યય થાય તે માટે તેની સાથે અલગ વ્યક્તિ હોવો જ જોઈએ. કાર્ડને એક્ટિવેટ કરવા માટે દર્દીઓ ને એટલી બધી પીડા આપવામાં આવે છે કે દર્દી તેની વાસ્તવિક પીડા ભૂલી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech