વાહન ચાલકોને વ્યાપક હાલાકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ જિલ્લા પંચાયત તથા જિલ્લા કલેકટર કચેરી તરફ જતો ધરમપુર વિસ્તારનો માર્ગ અતિ જર્જરિત અને બિસ્માર હોવા સાથે અહીં બનતા નવા રસ્તાના કારણે આ માર્ગ પર અવરજવર કરતા વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખંભાળિયામાં જિલ્લા સેવા સદન તરફ જતા અન્ય એક માર્ગ એવા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારના બેડીયા વાડી - ખવાસ વાડી વાળા રસ્તામાં રેલ્વે ફાટક આવતું ન હોવાથી અહીંથી મોટી સંખ્યામાં વાહન ચાલકો આ કચેરીએ જવા માટે નીકળે છે. થોડા સમય પૂર્વે આ રસ્તા પર કરવામાં આવેલા ડિમોલેશન બાદ અહીં નવેસરથી રસ્તો બનાવવા માટે રૂપિયા 1.14 કરોડ મંજૂર થયા છે. ત્યારે માર્ચ 2024 માં આ અંગેનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે રસ્તો ખોદીને લેવલ વગરનું કામ ચાલતું હોવા અંગેની ફરિયાદો પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં કરવામાં આવી છે.
આ પરિસ્થિતિમાં સેન્ટ્રલ લાઈન વગર થતા કામ અંગેની ફરિયાદો વચ્ચે ખોદાયેલા રસ્તાના કારણે હાલ ચોમાસાની ઋતુમાં અહીં વ્યાપક પ્રમાણમાં પાણી તેમજ કાદવ કીચડ ભરાઈ ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતા ટ્રેક્ટર તેમજ છકડા જેવા મોટા વાહનો પણ ખૂંપી જાય છે. આ પરિસ્થિતિમાં રસ્તો બંધ થઈ જવા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. આ માર્ગ પર અવારનવાર વાહનો ફસાઈ જતા દોરડા વિગેરે વડે વાહનો મારફતે ખેંચવા પડે તેવા દ્રશ્યો પણ હવે અહીં સામાન્ય થઈ ગયા છે. આ સાથે અત્યંત ગારો અને કિચન હોવાથી ટુ-વ્હીલર, બાઈક ચાલકો તેમજ ચાલીને જતા લોકોને પણ વધુ હાલાકીનો સામનો કરવો પડે છે.
આ ગંભીર મુદ્દે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય રીતે ધ્યાન આપવામાં ન આવતા તંત્રની ગંભીર બેદરકારી પણ ટીકાપાત્ર બનવા પામી છે. આ મહત્વના પ્રશ્નને રાજકીય આગેવાનો પણ રસ લેતા ન હોવાથી આ વિસ્તારના રહીશો તેમજ વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech