મોદી કી ગેરંટી અભિયાન સંદર્ભે જામનગરમાં પત્રકાર પરિષદને રાજુભાઈ ધ્રુવનું સંબોધન: ૨૦૧૪ અને ૨૦૧૯ના સંકલ્પ પત્રમા આપેલા વચનો માથી ૯૫ ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે
લોકશાહીમાં લોકોના અભિપ્રાય અને સૂચનોનું ઘણું મહત્વ હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષી આ વખતે લોકસભાની ચૂંટણી સંદર્ભે સંકલ્પ પત્ર તૈયાર કરતા પૂર્વે લોકોના સૂચનો અને અભિપ્રાય મેળવવાનું નક્કી કર્યું છે અને આ માટેની એક ઝુંબેશ શરુ કરવામાં આવી છે તેમ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જામનગરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે દેશના તમામ રાજકીય પક્ષ પોતાનું ઘોષણા પત્ર લોકો સમક્ષ મૂકે છે. આ વખતની લોકસભાની ચૂંટણી સંદર્ભે દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિક્સિત ભારતનું સપનું સાકાર થવા જઈ રહયું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘોષણા પત્રમાં શું હોવું જોઈએ તે અંગેના સૂચનો પ્રજાજનો પાસેથી મેળવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, તેમના જણાવ્યા અનુસાર દેશના નાગરિકો પાસેથી વિક્સિત ભારતના સપનાને સાકાર કરવાના સૂચનો લેવામાં આવશે અને યોગ્ય સુચનોને ઘોષણા પત્રમાં સામેલ કરવામાં આવશે.
પત્રકારોને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સપનાને સાકાર કરવાના હેતુસર જનતા પાસેથી સૂચનો લેવામાં આવશે, પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે જનતાના સુચનો માટે મોબાઇલ નંબર ૯૦૯૦૯૦૨૦૨૪ જાહેર કર્યો છે. આ નંબર પર મિસ કોલ કરી ૩૦ સેક્ધડમાં પોતાના સુચનો નોંધાવી શકાશે. સાથોસાથ ઇ મેલ એડ્રેસ ૨૦૨૪. પર સુચનો પણ મોકલી શકાશે.
ભાજપ દ્વારા દર વર્ષે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવે છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ દિલ્લીથી આ અભિયાનની શરુઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે ૧૫ લાખથી વધુના લોકોની આશા, અપેક્ષા ભેગી કરવા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે અભિયાનમા મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેટી, નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે. લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે જીલ્લા- મહાનગરના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ સૂચન પેટી મુકાશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટીની વિડિયો વાન દરેક લોકસભામાં મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે. વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે. ૨૦૧૪ અને ૨૦૧૯ના સંકલ્પ પત્રમા આપેલા વચનોમાથી ૯૫ ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે તેમ પણ રાજુભાઈ ધૃવે જણાવ્યું હતું.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ભાજપ અપીલ કરે છે કે, લોકો સૂચનો વધુમાં વધુ મોકલે, જેથી શક્ય હોય તેવા તમામ સૂચનો સંકલ્પ પત્રમાં લઇ શકાય.
આ તબક્કે જામનગર શહેર - જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓ પાસેથી પણ સૂચનો લેવામાં આવેલ હતા. આ પત્રકાર પરિષદમાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, ડો. વિનોદ ભંડેરી, ગોપાલ સોરઠીયા, ૧૨ લોકશભા મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, ૭૯ વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ દીપાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech