શહેરના લક્ષ્મીમીનગર વિસ્તારમાં ગત તા.૨૫ ના આનંદી જવેલર્સ નામની દુકાનમાં બે લુંટાએ ત્રાટકી વેપારી પર હત્પમલો કરી દોઢ લાખની લુંટ ચલાવી હતી. આ ઘટનાના અઠવાડિયામાં જ શહેરના પેલેસ રોડ પર આશાપુરા મંદિર પાસે વધુ એક આવી ઘટના બની. ગઈકાલે અહીં આશાપુરા મંદિર મેઇન રોડ પર મોનીશ જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સોંગમાં આવેલા શખસે વેપારી પર સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કર્યેા હતો. જો કે વેપારીએ પ્રતિકાર કરતા આ શખસ નાસી ગયો હતો. એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ લૂંટનો પ્રયાસ કરનાર દેવેન નકુમ નામના શખસને ઝડપી લીધો હતો. આરોપીએ બીસીએ સુધીનો અભ્યાસ કર્યેા છે. પરંતુ તેને ચોરી કરવાની કુટેવ હોય અગાઉ ઘરમાં હાથફેરો કર્યેા હતો જેથી સંબંધીને ત્યાં મોકલી દેવાયો હતો ત્યાં પણ હાથફેરો કરતા અંતે હોસ્ટેલમાં રહેવા મોકલી દીધો હતો. હાલ કોઈ કામધંધો કરતો ન હોય અને ખર્ચા ખૂબ વધુ હોય જેથી દેણું થઈ જતા તેણે આ લૂંટનો પ્રયાસ કર્યેા હોવાનું રટણ કયુ છે.
જાણવા મળતી વિગતો મુજબ, પુજારા પ્લોટ પાસે શ્રીજી દર્શન ખાતે રહેતા અને પેલેર રોડ પર આશાપુરા મંદિર મેઇન રોડ પાસે મોનીશ વેલર્સ નામની દુકાન ધરાવનાર સોની વેપારી આકાશભાઈ અનિલભાઈ લાઠીગરા(ઉ.વ ૨૮) દ્રારા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખસ સામે આઇપીસીની કલમ ૩૯૩, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ પોતાના શોમ પર હતા ત્યારે બપોરના સમયે એક શખ્સ આવ્યો હતો બે ત્રણ દિવસ પહેલા પણ દુકાને આવી પોતે દુબઈથી આવ્યો છે તેવું કહીને ચેન, વીટી ખરીદવા છે તેમ કહી દાગીના જોઈ ખરીદી કર્યા વગર જતો રહ્યો હતો. ફરીથી ગઇકાલે આવ્યો હતો અને વાતચીત શ કરી હતી મોઢે માલ બાંધી આવેલા આ શખસે એકાએક વેપારીને આ સિવાયના જેટલા દાગીના હોય બધા અહીં મૂકી દે નહીંતર તને મારી નાખીશ તેમ કહી અચાનક સ્પ્રે કાઢી મોઢા પર છાંટવા જતા વેપારી દૂર હટી ગયા હતા અને કાઉન્ટરમાં સેફટી ડિવાઇસ સ્ટીક રાખી હોય તે કાઢીને પ્રતિકાર કરતા આ શખસ નાસી ગયો હતો.
આ ઘટનાને લઇ એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઇ બી.એચ.પરમાર, એએસઆઇ એમ.વી.લુવા અને કિશનભાઇ આહીર સહિતની ટીમે તપાસનો ધમધમાટ ચલાવી ગણતરીના કલાકોમાં જ લુંટનો પ્રયાસ કરનાર આરોપી દેવેન ધર્મેશભાઈ (રહે. ભકિતનગર સ્ટેશન પ્લોટ)ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દેવેનના પિતા પીજીવીસીએલમાં કલાસ ટુ અધિકારી છે. દેવેને બીસીએ સુધીનો અભ્યાસ કર્યેા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને ચોરી કરવાની કુટેવ પડી ગઈ હોય પ્રથમ તેણે ઘરમાં હાથફેરો કર્યેા હતો જેથી ઠપકો આપી સંબંધીના ઘરે રહેવા માટે મોકલી દીધો હતો અહીં પણ તેણે હાથફેરો કરતા તેને રૈયા રોડ પર આવેલી હોસ્ટેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. હાલ દેવેન કોઈ કામ ધંધો કરતો ન હોય અને હોસ્ટેલમાં રહી ભાડાની કાર ફેરવી રોફ જમાવતો હોય જેથી તેના પર ૫૦,૦૦૦ જેવુ દેણું થઇ જતા તેણે શોમમાં લૂંટનો પ્રયાસ કર્યેા હતો.
લૂંટના પ્રયાસ બાદ દાઢી–મુંછ મુંડાવી નાખ્યા
સોની વેપારી સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કરનાર દેવેને આ ઘટના બન્યા બાદ પોલીસથી બચવા માટે તુરતં જ દાઢી–મૂછ મુંડાવી નાખ્યા હતા અને તે શહેર છોડી ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ તે પૂર્વે જ પોલીસે તેને દબોચી લીધો હતો
વેપારીઓને પણ સતર્ક રહેવા પોલીસની સલાહ
લૂંટના આ પ્રયાસની ઘટનાને લઇ પોલીસે સોની વેપારીઓને પણ સતર્ક રહેવા સલાહ આપી છે. તેઓને સમજાવ્યું હતું કે, યારે કોઈ વ્યકિત માલ બાંધી અથવા બૂકાની બાંધી ગ્રાહકના સ્વાંગમાં આવે તો વેપારીએ તુરતં સાવધ થઈ જવું અને તથા તુરતં પોલીસને જાણ કરવી. જોકે આ કિસ્સામાં વેપારીએ આ શખસને મોઢે માલ બાંધવા અંગે પૂછતા તેણે કહ્યું હતું કે, તેને ઇન્ફેકશન થયું હોવાથી માલ બાંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech