રાજકોટ શહેરમાં ઉનાળાના આરંભે મચ્છરજન્ય, પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળો વકરતા મહાપાલિકા તંત્ર ઉંધામાથે થઇ ગયું છે. દરમિયાન આજે આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર રાજકોટમાં ડેંગ્યુનો એક, ચિકન ગુનિયાનો એક, ટાઈફોઈડનો એક, કમળાના બે, શરદી-ઉધરસના સૌથી વધુ ૭૦૭, તાવના ૬૩૯, ઝાડા ઉલ્ટીના ૧૭૭ કેસ સહિત વિવિધ રોગચાળાના કુલ ૧૫૨૮ કેસ મળ્યા છે. શિયાળા કે ચોમાસામાં ન હોય તેટલી હદે ઉનાળામાં મચ્છરના બેફામ ઉપદ્રવની ફરિયાદો મળતા ૫૯૮ ઘરમાં ફોગિંગ કરાયું હતું. જ્યારે મચ્છર ઉત્પત્તિ જોવા મળતા રહેણાંક અને કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સહિત કુલ ૧૯૧ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.
મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડેંગ્યુ ફેલાવતો એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થરળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ પોરાનાશક કામગીરી હેઠળ ૧૭,૮૧૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૫૯૮ ઘરોમાં ફોગીંગ કરાયું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.રોગચાળા અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સંકુલો સહિત પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી રહેણાંકમાં ૧૩૮ અને કોર્મશીયલ ૫૩ સહિતને નોટીસ આ૫વામાં આવી હતી.
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આટલું કરો
(૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(૪) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(૭) ડેંગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાળન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા
૧૦x૧૦x૧૦નું સૂત્ર અપનાવવા મ્યુનિ.અપિલ
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦x૧૦x૧૦નું સૂત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦: દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦: ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech