અમદાવાદમાં ગઇકાલની મધરાતથી વરસાદના કારણે હજુ પણ પાણી ઓસર્યા નથી અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. ત્યારે આકાશમાં એક વરસાદી સિસ્ટમ એવી ઉભી થઈ છે કે, આખા અમદાવાદને ડુબાડી દેશે.
ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. ત્યારે આવામાં ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ દેખાય રહ્યાં છે. કેમ કે આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. સાબરમતી નદી પરનું સંત સરોવર ૯૦ ટકા ભરાઈ ગયું છે. નદી કિનારાના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. નદી કિનારે નાગરિકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદનો ભાગ્યેજ કોઇ રોડ એવો હશે જ્યાં પાણી ન ભરાયા હોય. અમદાવાદમાં વરસાદ થતાં AMCની પોલ ખુલી છે. બે દિવસના વરસાદમાં એક પણ વોર્ડ એવો નથી જ્યાં પાણી ન ભરાયા હોય. 110 સ્પોટ સિવાય નવા વિસ્તારો સામે આવ્યા જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. અગામી બોર્ડમાં વિપક્ષ મુદ્દાને ઉઠાવી પ્રી મોન્સુન પ્લાનમાં થયેલ ખર્ચની વિગત માંગશે તેવું જણાય રહ્યું છે.
હવામાન નિષ્ણાત દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે. અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે. તો આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે. તેમણે કહ્યું કે, ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે, જેની અસરથી આવનારા 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્ય મંત્રી એ જિલ્લા કલેક્ટરઓ અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.
સારા વરસાદથી રાજ્યના 60 ડેમ પાણીથી ભરાયા. જેમાં મધ્ય ગુજરાતના 6 ડેમ, દક્ષિણ ગુજરાતના 9 ડેમ, કચ્છના 6 ડેમ પાણીથી છલોછલ ભરાય ગયા છે. સૌરાષ્ટ્રના 39 ડેમ નવા નીરથી ભરાઈ ગયા છે. પરંતુ ઉત્તર ગુજરાતનો એકપણ ડેમ હજુ નથી ભરાયો. હાલ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 33.74 ટકા પાણી છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 69.99 ટકા પાણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech