છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો અનુભવ્યા બાદ આજે તેના પ્રમાણમાં વધારો થયો છે. રાયના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યેા છે. પરંતુ અમરેલી અને ગાંધીનગરમાં એક સાથે પાંચ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટી જતા ઠંડીની તીવ્રતા વધી ગઈ છે.
અમરેલીમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી હતું તે આજે ઘટીને માત્ર ૧૩.૪ ડિગ્રી થઈ ગયું છે. આવી જ રીતે ગાંધીનગરમાં આજે લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલના ૧૭.૮ ડીગ્રી ની સરખામણીએ પાંચ ડિગ્રી જેટલું ઓછું છે.
રાજકોટમાં પણ આજે લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે રાજકોટમાં ગઈકાલે ૧૬.૬ અને આજે ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. પોરબંદરમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. પોરબંદરમાં ગઈકાલે ૧૭.૪ અને આજે ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
ભુજમાં સામાન્ય વધઘટ સાથે આજનું લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડિગ્રી રહ્યું છે. દ્રારકામાં પણ ખાસ ફેરફાર થયો નથી અને આજનું લઘુતમ તાપમાન ૨૧.૪ ડિગ્રી નોંધાયું છે. ઓખામાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે આજે ૨૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૯.૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૬.૬ અને ડીસામાં અડધો ડિગ્રીના વધારા સાથે ૧૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વડોદરામાં ગઈકાલે અને આજે એમ બંને દિવસોમાં એક સરખું ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
દક્ષિણ અને પૂર્વેાતર રાયોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાઉથ આંદામાનમાં એક સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે. તારીખ ૨૩ ના તે બંગાળની ખાડીમાં લો પ્રેસરમાં પરિવર્તીત થશે અને ત્યાર પછી ૪૮ કલાકમા તે ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમના કારણે અંદામાનમા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech