બે ધ્વિસથી કેટલાક ગામડાઓમાં વરસાદ થતાં ગરમી ઘટી
જામનગર શહેર સહિત હાલારમાં ગઇકાલે આખો દિવસ વાદળીયું વાતાવરણ રહ્યું હતું, કેટલાક ગામડાઓમાં વરસાદ પડયો હતો જેના કારણે ગરમીમાં થોડી રાહત થઇ હતી, આજે સવારે ઉઘાડ નિકળ્યો છે, કમોસમી વરસાદને કારણે ખેડુતોના જીવ તાળવે ચોટી ગયા છે ત્યારે હવે ઝડપથી ઠંડી શ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34 ડીગ્રી, લઘુતમ તાપમાન 24.5 ડીગ્રી, હવામાં ભેજ 84 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કમોસમી વરસાદને કારણે ખેડુતો ફરીથી નુકશાનીનો ભોગ બન્યા છે, મગફળી અને કપાસમાં નુકશાન થવાથી ખેડુતો જે લોન લઇને બિયારણ ખરીદયું હતું તેમાં ત્રણ-ત્રણ વખત માવઠુ થતાં નુકશાનીનો આંક વધી ગયો છે તેની સામે એક ફાયદો એ છે કે, તળ સાચા થઇ ગયા છે અને 15 થી 20 ફુટે પાણી હોવાથી આ વખતે શિયાળુ પીયતમાં વાંધો નહીં આવે.
આગામી દિવસોમાં પણ એકાદ અઠવાડીયું મીશ્ર વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી જોવા મળી છે. જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે ગઇકાલે ખાસ કરીને કાલાવડ, ખંભાળીયા અને લાલપુર પંથકમાં વરસાદ થતાં ગરમીથી થોડી રાહત થઇ હતી, પરંતુ મગફળીના પાથરા પલળી જતાં ભારે નુકશાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech