પાવેલ દુરોવે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ટેલિગ્રામ વપરાશકર્તાઓને આ ઉનાળામાં શ્રેષ્ઠ એઆઈ ટેકનોલોજી મળશે. આ એક્સએઆઈનું ગ્રોક છે. એક્સ પ્લેટફોર્મ વપરાશકર્તાઓ ગ્રોકનો ઉપયોગ સરળતાથી અને મફતમાં કરી શકે છે.
પોસ્ટમાં તેમણે વધુમાં જણાવ્યું કે આ સુવિધા માટે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે 1 વર્ષ માટે ભાગીદારી કરવામાં આવી છે. આ ભાગીદારી હેઠળ, વપરાશકર્તાઓને એક્સએઆઈના ગ્રોક એઆઈની સેવા મળશે.
ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે જણાવ્યું છે કે, આ સોદો 300 મિલિયન યુએસ ડોલરમાં કરવામાં આવ્યો છે, જેને જો ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો તે 2568 કરોડ રૂપિયા થાય છે. જોકે, એલોન મસ્કે આ સોદા અંગે ઇનકાર કર્યો હતો.
પાવેલ દુરોવની પોસ્ટ પર ટિપ્પણી કરતા ઈલોન મસ્કે લખ્યું કે હજુ સુધી કોઈ કરાર પર હસ્તાક્ષર થયા નથી. પાવેલ દુરોવે પણ આ અંગે ટિપ્પણી કરી, ખરું ને, અમે સૈદ્ધાંતિક રીતે સંમત છીએ પરંતુ ઘણી ઔપચારિકતાઓ હજુ બાકી છે.
પોવેલ દુરોવે પોસ્ટમાં ગોપનીયતા પર પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે વપરાશકર્તાઓની ગોપનીયતા પ્રાથમિકતા છે. અહીં તેમણે જણાવ્યું કે એક્સએઆઈ ફક્ત ટેલિગ્રામ વપરાશકર્તાઓના સીધા સંપર્કના ડેટાને જ એક્સેસ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડિમોલીશન અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીનો વિરોધ કર્યો
May 31, 2025 12:12 PMઆજે ફરી જામનગરમાં મેગા ડિમોલીશન
May 31, 2025 12:03 PMમારી 25 વર્ષની તપસ્યાનું આ ફળ છે: મમતા કુલકર્ણી
May 31, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech