રાજકોટમાં એક માસ પૂર્વે ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપી લીધું હતું અને કરોડોના વ્યવહારનો પર્દાફાશ કર્યેા હતો. જે પ્રકરણમાં અગાઉ પોપટ બંધુ સહિત છ શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા. યારે આ કેસમાં છેલ્લા એક માસથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર તેજસ રાજદેવની ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે ગુંદાવાડી પાસેથી નાટકીય ઢબે ધરપકડ કરી હતી. આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હોવાની પણ ભારે ચર્ચા જાગી જાગી છે. પકડાયેલા આ શખસની પૂછતાછ કરતા દુબઈના કરનનું નામ ખુલ્યું છે. પોલીસ દ્રારા આજરોજ આરોપી તેજસ રાજદેવને કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં એક માસ પૂર્વે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સરદારનગર મેઈન રોડ પર દરોડો પાડી સુકેતુ કનૈયાલાલ ભૂત તેમજ અન્ય બે સ્થળો પર દરોડા પાડી નિશાંત હરેશભાઇ ચગ અને મનીષ ખખરને ઝડપી લઇ પિયા ૧૨.૨૫ લાખની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલ ચેરીબેટ અને મેજીક એકસચેન્જ નામની આઈડી પરથી સટ્ટા કાંડના મોટા નેટવર્ક નો પર્દાફાશ થયો હતો.જેમાં માસ્ટર માઈન્ડ તરીકે તેજસ રાજુભાઈ રાજદેવ, નીરવ દીપકભાઈ પોપટ,અમિત ઉર્ફે મોન્ટુ ઉર્ફે ખમણ દીપકભાઈ પોપટ સહિતના નામ ખુલ્યા હતા.
દરમિયાન આ ક્રિકેટ સટ્ટાના નેટવર્કમાં છેલ્લા એક માસથી ફરાર અને આ કેસના માસ્ટર તેજસ રાજદેવને ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેની ટીમે ગુંદાવાડી પાસેથી ઝડપી લીધો હતો જેની પૂછતાછ કરતા દુબઈના કરણનું નામ ખુલ્યું છે.
આ મામલે વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, અગાઉ ઝડપાયેલા સુકેતુનો ભાઈ અમરેલી ખાતે આંગડિયા પેઢી ધરાવતો હોય જેથી તેજસને પરિચય થયો હતો અને તેને ઓનલાઈન જુગારની સાઈડ ચલાવવા માટે વાત કરી હોય જેમાં તેણે દુબઈના કરણ પાસેથી આઈડી લીધી હોવાનું રટણ કયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચની ટીમે એક માસ પૂર્વે ઝડપી પાડેલા ક્રિકેટ સટ્ટાના આ નેટવર્કમાં અગાઉ છની ધરપકડ કરી હતી જેમાં માસ્ટર માઈન્ડ તરીકે તેજસનું નામ ખુલ્યું હતું અને તે એક માસથી ફરાર હોય તેને પણ પોલીસે હવે ઝડપી લીધો છે. જેની પૂછતાછમાં હવે દુબઈના શખસનું નામ ખુલતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. આજરોજ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ મામલે પોલીસની તપાસના મુખ્ય મુદ્દાઓમાં ક્રિકેટ સટ્ટાના આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયું છે અને નાણાકીય વ્યવહારો કયાં પ્રકારે થતા હતા સહિતની બાબતો અંગે મદાર રહેશે. તેમજ આ મામલે પોલીસ દ્રારા આગામી સમયમાં મની લોન્ડરીંગ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે તેવા પણ સંકેત મળી રહ્યા છે
ક્રિકેટ સટ્ટાકાંડમાં હજુ ૨૭ પન્ટરો ફરાર
ક્રિકેટ સત્તાના આ નેટવર્કમાં ૨૮ પન્ટરોના નામ ખુલ્યા હતા જેમાં પીન્ટુ જેતપુર, સંજય રાજકોટ, ગૌરાંગ મોરબી, પીન્કેશ વાણીયા સુરત, ચંદ્રેશ રાજકોટ, ગુલુ રાજકોટ, સાજીદભાઈ અંકલેશ્વર, નિનાદ માંડલ, પીયુષ રાજકોટ, પ્રથમેશ રાજકોટ, પરાગ અમરેલી, ડેમો, જયેશભાઈ રાજકોટ, સંજુ સુરત, કિશન સાવરકુંડલા, કુમાર સાવરકુંડલા, મહેશ આસોદરિયા રાજકોટ, રાજુભાઈ સોમાણી વાંકાનેર, નિશાંત છગ, પ્રથમેશ રાજકોટ, તેલીભાઈ અમરેલી, કેકે, એલકે, હરિભાઈ રાજુલા, ઇમરાન, જતીન, પરાગ અને પંકજનો સમાવેશ થાય છે જે પૈકી વાંકાનેર ના રાજુ સોમાણી ની પોલીસે ધરપકડ કરી હતી તે સિવાયના ૨૭ પન્ટરો હજુ પણ ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech