કુછડી સીમશાળા-૧ ના શિક્ષિકાનું જયપુર ખાતે થયું અભિવાદન

  • June 10, 2025 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના કુછડી ગામની સીમ શાળાના શિક્ષિકાનું ભારત શ્રી સન્માન એવોર્ડથી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર જીલ્લાની કુછડી સીમશાળા-૧ માં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા લતાબેન કાનજીભાઈ જુંગીને જયપુર ખાતે સુરેશ જ્ઞાનવિહાર યુનિવર્સિટી જગતપુરા કાલીન્દી ઓડીટોરીયમ હોલમાં ભવ્યા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સંમેલન અને ભારત શ્રી સન્માન ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં દેશ-વિદેશ અને રાજ્યની ૨૦૦ પ્રતિભાઓને સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમમાં લતાબેન જુંગીનું શિક્ષણ સમાજસેવા અને નારીસશક્તિકરણમાં અભુતપુર્વ યોગદાન બદલ તેમનું "ભારત શ્રી સન્માન-૨૦૨૫" એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,લતાબેન  દ્વારા શાળામાં વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.એટલુ જ નહી પરંતુ વર્ષ-૨૦૧૬ થી તેઓ નિયમિત રીતે પોરબંદરના કીર્તિમંદિર ખાતે બીજી ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલી સર્વધર્મ પ્રાર્થનાસભામાં પુ.બાપુને પ્રિય ભજનની સરવાણી અન્ય સરકારી શિક્ષકોની સાથે રજુ કરે છે.તે ઉપરાંત તેમની શાળાના વિદ્યાર્થીઓ જુદા-જુદા ક્ષેત્રે સિદ્ધિઓ હાંસીલ કરે તે માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે.તેથી તેમની આ  સિદ્ધિને શુભેચ્છા પાઠવીને બિરદાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application