રાજકોટ-ભાવનગર હાઇવે પર બાબરા નજીક જીઆઇડીસીમાં આવેલી સ્ટીલ કંપનીના માલીક સાથે તામિલનાડુના કોઇમ્બતુરની પેઢીના માલીક અને વહીવટકર્તાએ સ્ક્રેપના માલ પેટેના બેંક અને આંગડિયા મારફતે રૂ.૩,૦૮,૭૨,૪૫૨ એડવાન્સ મેળવી સ્ક્રેપનો માલ ન મોકલી છેતરપીંડી કરવામાં આવતા વેપારી યુવકે તામિલનાડુ અને કોઇમ્બતુરની સ્કેપ પેઢીના માલીક, સંચાલકો સહીત ચાર વ્યક્તિ સામે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ બાબરામાં રહેતા અને રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલી જીઆઇડીસી0-1માં ન્યુ અલ મદીના સ્ટીલ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપની ધરાવતા સમીરભાઇ સતારભાઇ સૈયદ (ઉ.વ.૩૨)ના યુવકે બાબરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તામિલનાડુના કોઇમ્બતુરમાં રહેતા અને બુરહાની સ્ક્રેપ નામની પેઢી ધરાવતા જુજરઅલી ફઝલહુસેન સુતરવાલા, ઇદ્રીશભાઇ જુજરઅલી સુતરવાલા, મોઇઝ શબ્બીરભાઇ સુતરવાલા, શબ્બીર ફઝલહુસેન સુરતવાલાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી તામિલનાડુના કોઇમ્બતુરમાં આવેલી બુરહાની સ્ક્રેપ નામની પેઢીમાંથી છેલ્લા પાંચ વર્ષથી એડવાન્સ પેમેન્ટ કરી સ્ક્રેપનો માલ મંગાવતા હોવાથી એક બીજા ઉપર વિશ્વાસ હોય આથી એસ.પી.આંગડીયા પેઢી બાબરા તથા વી.પી.આંગડીયા પેઢી ભાવનગર મારફતે અલગ અલગ તારીખના રૂ. ૧,૭૧,૪૦,૪૫૦ તથા રાજકોટ મુકામે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં બેંક એકાઉન્ટમાંથી ૧,૩૭,૩૨,૦૯૨ મળી કુલ રૂ. ૩,૦૮,૭૨,૫૪૨ (ત્રણ કરોડ આઠ લાખ બોતેર હજાર પાનસો બેતાલીસ)નું સ્ક્રેપના માલ માટે એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યું હોય જે એડવાન્સ પેટે આપેલ રૂપીયા જમા હોવાથી વેપારી દ્વારા પેઢીને અવાર નવાર સ્ક્રેપ મોકલવા માટેનું કહેવા છતાં સ્ક્રેપ આપવાનું બંધ કરી સાચા-ખોટા બહાના બતાવતા હતા અને સ્ક્રેપ મોકલેલ ન હોવાથી બે મહીના પહેલા વેપારી યુવકના મોટા ભાઇ સાહીદભાઇએ સ્ક્રેપનો માલ મોકલવા માટે પેઢીના માલિક અને સંચાલકો સાથે વાતચીત કરતા શખ્સોએ જણાવેલ કે, તમને સ્ક્રેપ મોકલવાનો થતો નથી જે થાય તે કરી લે જો અને આ બાબતે હવે પછી ફોન ન કરતા બાકી તમને જીવતા નહી રહેવા દઇએ તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે તમામ શખ્સોએ મીલાપીપણું કરી એકબીજાના સમાન ઇરાદાથી ફરીયાદી સાથે વેપાર સબંધો બાંધી વિશ્વાસ કેળવી વેપારી પાસેથી સ્ક્રેપના માલના રૂ.૩,૦૮,૭૨,૪૫૨ એડવાન્સમાં મેળવી લઇ આજદિન સુધી સ્ક્રેપનો માલ નહી આપી ઠગાઇ તેમજ વિશ્વાસઘાત કરતા પોલીસે વેપારી યુવકની ફરિયાદ પરથી શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech