દેશની શાળાઓમાં ગણિતના ૪૧ ટકા શિક્ષકો એવા છે કે જેમણે પોતે સ્નાતક સ્તરે ગણિતનો અભ્યાસ કર્યેા નથી. ટાટા ઇન્સ્િટટૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીઆઇએસએસ ) દ્રારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ધ રાઈટ ટીચર ફોર એવરી ચાઈલ્ડ નામનો રિપોર્ટ દેશના આઠ રાયોમાં કરવામાં આવેલા સર્વે પર આધારિત છે. જેમાં મહારાષ્ટ્ર્ર, છત્તીસગઢ, પંજાબ, બિહાર, આસામ, મિઝોરમ, કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, સરકારી અને ખાનગી બંને શાળાઓમાં ગણિતના ૩૫ થી ૪૧ ટકા શિક્ષકો પાસે ગ્રેયુએશન સ્તરે ગણિત વિષય નથી, તેમ છતાં તેઓ બાળકોને ગણિત શીખવી રહ્યા છે. સર્વેમાં ૪૨૨ શાળાઓના ૩૬૧૫ શિક્ષકો, ૪૨૨ મુખ્ય શિક્ષકો, ૬૮ શિક્ષક શિક્ષણ સંસ્થાઓ, બી.એડ.માં અભ્યાસ કરતા ૧૪૮૧ વિધાર્થી શિક્ષકો અને ૨૬૮ ટીચર એજયુકેટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં, શિક્ષણ–કેન્દ્રિત બિન–લાભકારી સંસ્થા, પ્રથમ ફાઉન્ડેશનના વાર્ષિક સ્ટેટસ આફ એયુકેશન રિપોર્ટ (એએસઈઆર) માં જણાવવામાં આવ્યું હતું કે ૧૪ થી ૧૮ વર્ષની વયજૂથના ઘણા વિધાર્થીઓ ત્રીજા ધોરણની ગણિતની સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ નથી. શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ચિંતા વ્યકત કરતા ટીઆઇએસએસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગણિતના શિક્ષકોની મહત્તમ ૩૫ ટકા જગ્યાઓ ખાલી છે.
અંગ્રેજી શિક્ષકોની ૩૧ ટકા જગ્યાઓ અને પ્રાદેશિક ભાષાના શિક્ષકોની ૩૦ ટકા જગ્યાઓ ખાલી છે.રિપોર્ટ અનુસાર, સરકારી શાળાઓમાં અનિયમિત ભરતી અને ખાનગી શાળાઓમાં રોજગારની નબળી સ્થિતિને કારણે શિક્ષણ કાર્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે.ઘણા રાયોની ખાનગી શાળાઓમાં, ૫૦ ટકા શિક્ષકો ભણાવી રહ્યા છે જેમની પાસે તેમની સેવાઓ માટે કોઈ લેખિત કરાર નથી. ટીઆઇએસએસ ના પ્રમુખ અને અહેવાલના મુખ્ય લેખક પધ્મ એમ. સારંગપાણીએ જણાવ્યું હતું કે અહેવાલના આધારે, તે શિક્ષકોની માંગ અને પુરવઠાની નીતિ ઘડવામાં મદદ કરી શકે છે.
મહત્વનું છે કે સરકારી અને ખાનગી શાળાઓમાં ગણિત શિક્ષકોની ૩૫ ટકા જગ્યાઓ ખાલી છે.૩૬ ટકા સરકારી અને ૬૫ ટકા ખાનગી શાળાઓમાં શારીરિક શિક્ષકોની તથા કલા અને સંગીતના શિક્ષકોની અછત સૌથી મોટી છે.જયારે ૮ રાયોની પ્રાથમિક શાળાઓમાં માત્ર ૪૬ ટકા શિક્ષકો પાસે પૂરતી વ્યાવસાયિક લાયકાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech