વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતમાં એક કાર્યક્રમમાં જલારામ બાપા વિશે વિવાદિત ટીપ્પણી કરી હતી. જેને લઈને ગુજરાતભરના રઘુવંશી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જલારામ બાપાના ભક્તોએ જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર આવી જલારામ બાપાની માફી માંગે તેવી માંગણી કરી હતી. આથી જ્ઞાનપ્રકાશ સ્વામીએ પણ આ માંગણી સ્વીકારી હતી. આજે જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે વિરપુર આવ્યા હતા અને પાછળના દરવાજેથી જલારામ બાપાના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા સમક્ષ શિશ ઝૂકાવી માફી માંગી હતી. બાદમાં તુરંત ત્યાંથી રવાના થઈ ગયા હતા. બીજી તરફ વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના પત્રમાં શું લખવામાં આવ્યું છે
જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે, પૂજ્યશ્રી જલારામ બાપાનું જીવન અને સંદેશ માત્ર રઘુવંશી લોહાણા સમાજ માટે જ નહિ પરંતુ દેશ વિદેશમાં પ્રસરેલ હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે. વિશેષરૂપે અન્નપૂર્ણાના નિવાસ સમાન અન્નક્ષેત્ર સનાતન પરંપરાનું ગૌરવ છે અને રહેશે.
વિ. વડતાલદેશના સાધુ જ્ઞાનપ્રકાશદાસ દ્વારા પૂજ્યશ્રી જલારામ બાપા વિષે જે નિવેદન કરવામાં આવ્યું છે, તે વાહીયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી. આથી શિક્ષાપત્રીના આદેશાનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ.
શું છે સમગ્ર વિવાદ
વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતમાં સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા... ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે. નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાઇ છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સત્સંગનો વીડિયો વાઇરલ થતાં ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.
વિવાદ વધતા સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે,"સંત શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં સત્-સત્ વંદન. સાથે મારી વાત રજૂ કરું છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું, "અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં, જો કોઈપણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય, તો હું સાચા દિલથી માફી માગું છું."તેમણે વધુમાં જણાવ્યું કે, "આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech