સુનીલ શેટ્ટીએ જમાઈ કે.એલ રાહુલને અલગ શબ્દોમાં આપી જન્મદિવસની શુભકામના
સુનીલ શેટ્ટીના જમાઈ કે.એલ રાહુલે તાજેતરમાં પોતાનો જન્મદિવસ મનાવ્યો .આ વચ્ચે સુનીલ શેટ્ટીએ પોતાની દિકરી આથિયા શેટ્ટીના પતિ કે.એલ રાહુલનો ફોટો શેર કર્યો છે.આ તકે તેના સસરા અને અભિનેતા સુનીલ શેટ્ટીએ તેના ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી છે. સુનીલ શેટ્ટીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના દિકરા અને જમાઈ કે.એલ રાહુલની સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટને શેર કરતા અભિનેતાએ જમાઈ કે.એલ રાહુલ સાથેના પોતાના સંબંધને લઈને પણ વાત કરી છે. તો લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન કે.એલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીએ પણ રોમેન્ટિક અંદાજમાં પતિને બર્થ ડે પર શુભકામના પાઠવી છે.
સુનીલ શેટ્ટીએ જમાઈ માટે એક લાઈન લખી
સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં જમાઈ માટે એક લાઈન પણ લખી છે અને ફિલ્મી સ્ટાઈલમાં વિશ કર્યું છે. આ ફોટોમાં સુનીલ શેટ્ટી ,અહાન શેટ્ટી અને કે.એલ રાહુલ સોફા પર આરામ કરતા જોવા મળી રહ્યા છે. ત્રણેય કેઝુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું એ જરુરી નથી કે, આપણી લાઈફમાં શું થઈ રહ્યું છે પરંતુ એ જરુરી છે કે, આપણી લાઈફમાં કોણ છે. હું ખુશનસીબ છું કે તમે મારા જમાઈ છો. મારી પાસે કોઈ એવા શબ્દો નથી, જેનાથી હું એ કહી શકું કે, આપણા બંન્નેનું કનેક્શન શું છે જન્મદિવસની શુભકામના રાહુલ…. લવ યુ બેટા.
કેએલ રાહુલનું પૂરું નામ કન્નૌર લોકેશ રાહુલ
કેએલ રાહુલનું પૂરું નામ કન્નૌર લોકેશ રાહુલ છે. ભારત માટે, કેએલ રાહુલે 2014માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં અને 2016માં ઝિમ્બાબ્વે સામે ODI અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જો આપણે સુનીલ શેટ્ટીના જમાઈ કેએલ રાહુલ વિશે વાત કરીએ તો તે હાલમાં આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંગા જીવો ઉપર અત્યાચાર ગુજારનારાઓ તમારી ખેર નથી
May 20, 2025 02:41 PMવિઝા કરતા વધુ સમય યુએસમાં રહેશો તો દેશનિકાલ થશે: અમેરિકન દૂતાવાસ
May 20, 2025 02:31 PMઅમેરિકામાં 'રિવેન્જ પોર્ન'અંગે ખાસ કાયદો બનાવાયો
May 20, 2025 02:30 PMઅમે પણ માણસ છીએ, ચુકાદો આપતી વખતે અમારાથી પણ ભૂલ થાય: સુપ્રીમ કોર્ટના જજ
May 20, 2025 02:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech