રાણાવાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયો સમર કેમ્પ

  • June 03, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના રાણાવાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટેનો સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાણાવાવમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલુ હતુ, છોકરાઓએ  ૧૫ દિવસ યોગ તેમજ ગેમ્સ વિથ યોગ તેમજ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપેલું અને ખુબ ઉત્સાહપુર્વક છોકરાઓએ તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો,૧૫ દિવસ પુર્ણ કર્યા બાદ છોકરાઓને ગિફ્ટ આપેલી ખોજા સમાજના આગેવાનો તરફથી છોકરાઓને ૧૫,૦૦૦ રૂપિયાની ગિફ્ટ આપી હતી તેમ જ મોનાણી પરિવાર તરફથી ૩૦૦૦ ની ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડીનેટર કેતનભાઇ કોટીયા તરફથી બધા છોકરાઓને કલર્સ આપવામાં આવ્યા હતા તેમજ હાથી સિમેન્ટ કંપની તરફથી છોકરાઓને બુક અને પેન આપેલી છોકરાઓને પ્લાન્ટ આપેલા પ્લાન્ટનો કઈ રીતે ગ્રો કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ,ગુજરાત રાજ્ય યોગ પોરબંદરના કોડીનેટર કેતનભાઇ કોટિયા તેમજ ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન શીશપાલના માર્ગદર્શન હેઠળ આ કાર્ય પુર્ણ કરેલું મહેમાનો ખોજા સમાજના મુખી સાહેબ કામળિયા સાહેબ રેસીડેન્સ સાહેબ તેમજ યાજ્ઞવ્લ્ક્ય સ્કુલના ઇન્ચાર્જ તેમજ ભાજપ સરકારના રાણાવાવના પ્રમુખ ઉપસ્થિત હતા સંચાલક  નફીસાબેન ઢાલાણી, સહસંચાલક પુનમબેન મોનાણી, સહસંચાલક શિલ્પાબેન ઢાલાણી, સહયોગ શારદાબેન આડતીયા, ફેમીના બરડાઈ, અલીશા બદલ, હીના વાળા, ઉર્વશી મોનાણી, દિશા મોનાણી, સંજના ઢાલાણી, સિમરન આડતીયા, ઈશિતા હેમદાણીએ સહયોગ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application