શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મવડીના પંચશીલ સોસાયટીમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જયારે બીજા બનાવમાં સતં કબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા ૨૫ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપયું હતું, ત્રીજા બનાવમાં ગઈકાલે જુના જકાતનાકા સીટી સ્ટેશન પાસે ૩૬ વર્ષીય યુવકે સેલફોર્સનો પાવડર પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા રાત્રીના સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ચોથા બનાવમાં ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા પ્રૌઢાએ ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં જ મોત નીપયું છે.
બનાવની મળતી વિગત મુજબ મવડીની પંચશીલ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.૫૨) નામના યુવકે સાંજે સાતેક વાગ્યે સેલફોર્સનાં ટીકડા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા મોત નીપયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરવામાં આવતા પીએસઆઇ ડીંડોર અને રાઇટર જયદીપભાઈએ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
મૃતક મૂળ કોટડાના રાજપરા ગામના વતની છે અને ત્રણ ભાઇમાં વચેટ હતા. સંતાનમાં એક દીકરો બે દીકરી છે. હસમુખભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ નોકરી છૂટી જતાં બીજે નોકરી મળતી ન હોઈ અને એકાદ મહિનાથી બેરોજગાર હોવાથી આર્થિક ખેંચ અનુભવતા પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
પિતાના વિયોગમાં ઝેર પી લેનાર પુત્રએ દમ તોડો
શહેરના સતં કબીર રોડ પર ગોકુલનગર–૮મન રહેતા રાહત્પલ રાયધનભાઈ હત્પંબલ (ઉ.વ.૨૫) નામના યુવકે ગત તા.૨૮ના ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગઈકાલે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. મૃતક બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરણિત હતો. પોતે ડ્રાઇવિંગ કામ કરતો હતો. યુવકના પિતાનું ૧૪મીએ અવસાન થતા પોતાને ગમતું ન હોઈ અને ગુમસુમ રહેતો હોઈ આથી તેના પિતાના વિયોગમાં પગલું ભયુ હોવાનું લાગી રહયું છે. વધુ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી છે
આર્થિકભીંસથી ઝેરી પાવડર પી લેનાર યુવકનું મોત
બીજા બનાવમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા અને પંજાબ નેશનલ બેંકમાં લોન વિભાગમાં નોકરી કરતા ભાવિનભાઈ મનસુખભાઇ ગઢીયા (ઉ.વ.૩૬) નામના યુવકે ગઈકાલે બપોરે બારેક વાગ્યાના અરસામાં જુના જકાત નાકા પાસે ઝેરી પાવડર પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. ગઈકાલે મૃતક ભાવિનભાઈના પત્નીના કહેવા મુજબ સંતાનમાં પોતાને બે દીકરી છે અને હાલ પોતે ગર્ભવતી છે, છેલ્લા કેટલાક સમયથી પતિ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા અને ડિલિવરીનો ખર્ચ કેવી રીતે પહોંચી વળીશું ઉપર જતા ઘરનું ગુજરાન ચલાવવાનું હોઈ તેની ચિંતામાં પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. યુવકના મોતથી બે દીકરીએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી કરી હતી
બીમારીથી કંટાળી પ્રૌઢાએ ટૂંપો ખાઈ જીવન ટૂંકાવ્યું
પ્રા વિગત મુજબ ગોંડલ રોડ પર આંબેડકરનગર શેરી નં–૧૪માં રહેતા વનીતાબેન વાઘજીભાઈ ચાવડા (ઉ.વ.૫૫) નામના પ્રૌઢાએ આજે સવારે ઘરે હતા ત્યારે હંકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ નીચે રહેતા ભાડુઆત મહિલાને થતા ૧૦૮માં ફોન કરી પરિવારના સભ્યોને જાણ કરતા બધા ઘરે દોડી આવ્યા હતા અને નીચે ઉતારી લીધા હતા. આ દરમિયાન ૧૦૮ની ટિમ પણ સ્થળ પર પહોંચી ઇએમટીએ પ્રૌઢાને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવની જાણ માલવિયા નગર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ ખાતે ખસેડો હતો. મૃતકને સંતાનમાં ત્રણ દીકરી બે દીકરા છે. ઘરના સભ્યો કામ પર ગયા હતા અત્યારે પ્રૌઢા એકલા હતા ત્યારે પગલું ભરી લીધું હતું, વનિતાબેનને ડાયાબિટીસ અને સ્કિન સહિતની બીમારી હોવાથી તેની દવા પણ ચાલુ હતી. બીમારીથી કંટાળી પગલું ભરી લીધું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech