ગરબા રમવા જવા બાબતે શહેરમાં વધુ એક યુવાનએ આત્મહત્યા કરી લીધી છે, શહેરના વાલ્મીકીવાડીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. યુવકને મોડે રાત્રી સુધી ગરબામાં ન જવા પિતાએ ઠપકો આપતા પગલું ભરી લીધાનું કારણ સામે આવ્યું છે.
જામનગર રોડ ઉપર આવેલી વાલ્મિકીવાડી આવાસ ક્વાર્ટરમાં રહેતો વિનય ભીખુભાઇ બારૈયા (ઉ.વ.23)ના યુવકે રૂમમાં લાકડાની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલએ ખસેડવામાં આવતા ઇમરજન્સી વોર્ડના ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવક બે બહેનનો એકનો એક ભાઈ હતો. યુવકના છ મહિના પહેલા જ જામનગરની યુવતી સાથે લગ્ન થયા હતા અને હાલ પત્ની સગભર્િ છે. પરિવારજનોના કહેવા મુજબ નવરાત્રી ચાલતી હોઈ અને વિનયને મોડે સુધી ગરબામાંથી આવતો ન હોઈ આથી પિતા ભીખુભાઇએ તેને વહેલા આવવા માટેનો ઠપકો આપતા વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધાનું જણાવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.ત્રણેક દિવસ પહેલા જ હરિધવા રોડ પર રહેતી અને વડોદરામાં કોલેજનો અભ્યાસ કરતી યુવતિની તબિયત બરાબર ન હોઈ અને સ્વસ્થ થયા બાદ પિતાએ ગરબા રમવા જવાનું કહેતા આ વાતનું લાગી આવવાથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હતો ત્યાં વધુ એક બનાવ બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech