ઉના શહેરમા વેરાવળ રોડ ઉપર ગાયત્રી મંદિર પાછળ રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા શાંતિલાલ મોણપરાના પુત્ર મયુર (ઉ.વ.૪૯)નાએ વેરાવળ રોડ પર આવેલી કોલેજના બાંકડે બેસી ફિનાઇલ અને ઉંઘની વધુ પડતી દવાઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવતો બનાવની જાણ ઉના પોલીસને કરવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન નોંધવાની તજવીજ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરતો હોય તેમા લાખો પિયાની ખોટ જતા રાજકોટના અમિતભાઇ વ્યાસ અને રવિભાઈ મારકણાંને શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીના પૈસા પરત આપવાના હોય અને માથે બાર લાખ પિયાનું દેવું થઈ થતાં લેણદારો પૈસાની વારંવાર ઉઘરાણી કરતા હોય આ પૈસા માટે રાજકોટના બજરગં વાડીમાં રહેતા સલીમભાઈએ વચ્ચે રહી બન્ને શખસોને પિયા પાંચ લાખ આપવાનું નક્કી થયું હતું મોટી ખોટ જવાથી મયુરભાઈ તે પિયા પણ આપી શકે તેમ નો હતા. આ ઉપરાંત પોલીસની વધુ તપાસના મૂળ રાજકોટના હાલ અમદાવાદ રહેતો રાજપાલ નામના વ્યકિતને પણ પિયા પાંચ લાખ ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરેલ તેના માગતા હોય રવિ મારકણાં અને સલીમ બન્ને અવારનવાર પિયાની ઉઘરાણીના ફોન કરી ધાક ધમકી આપતા હતાં અને બેથી ત્રણ વખત ઘરે આવી પૈસાની ઉઘરાણી કરતા આર્થિક દેણામાં આવી જવાથી અંતે કંટાળી જઇ પગલું ભરી લીધાનું જણાવાયુ હતું. બનાવ અંગે પોલીસે યુવકના નિવેદનના આધારે નવા કાયદા બી.એન.એસ.૩૦૮(૪), ૩૫૧ મુજબ રાજકોટના ત્રણેય શખસો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઇ આરે.એચ.સુવા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech