વિસાવદરમાં ૫૫ કરોડના ખર્ચે બનશે સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ

  • April 12, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લ ાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લ ાના ૬૩૪ કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને ૯૪ કરોડના કામોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીએ સરકાર વિકાસ માટે જોઈએ એટલા નાણા આપશે.સ્થાનિક ટીમ સંકલન કરીને નવા વિકાસ કામોની પણ દરખાસ્ત મોકલી આપે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લ ાની ૫ વિધાનસભા વિસ્તાર માટે  રોડ રસ્તા સહિતના વિકાસકામો માટે અંદાજે .૬૩૪  કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે .૨૫૯ કરોડ ઉપરાંત .૫૫ કરોડના ખર્ચે અધ્યતન સબ ડિસ્ટિ્રકટ હોસ્પિટલના નિર્માણના કામનો સમાવેશ થાય છે. રાય સરકારે બજેટમાં પાંચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે તેમાં વિસાવદરનો પણ સમાવેશ છે અને આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે.
મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને તેમની કર્મભૂમિને યાદ કરી હતી. જળ સિંચાઈના કામોથી સિંચાઈ વ્યવસ્થા મજબૂત થશે અને પાણીને બચાવવાનું કર્તવ્ય આપણે જન ભાગીદારીથી નિભાવીએ તેવો પણ અનુરોધ કર્યેા હતો.જળસંચય, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પર્યટન સંવર્ધન, મેદસ્વિતા નિયંત્રણ, યોગ રમતગમત અને બીજાને મદદ કરવા સહયોગ સહિતની નેમ પાર પાડવા જનમેદનીને આહવાન કયુ હતું.
જૂનાગઢ જિલ્લ ા સહકારી બેંકના ચેરમેન  કિરીટ પટેલે જણાવ્યું હતું કે,સહકારી ક્ષેત્રે ખેડૂતને મદદ કરવા માટે મુહિમ શરૂ  કરી છે. ત્યારે ગામડાઓમાં પણ માળખાકીય સુવિધામાં વધારો થશે. તેમણે ઉમેયુ હતું કે,જૂનાગઢ જિલ્લ ા સહકારી બેંક દ્રારા કોઈપણ ખેડૂતને પશુ નિભાવ માટે . ૨ લાખની લોન, ખેડૂતોના સંતાનો માટે વગર વ્યાજની શિક્ષણ લોન આપવામાં આવી રહી છે.મુખ્યમંત્રીએ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે . ૩૬.૯૫ કરોડના વિકાસ કાર્યેાનું ઈ લોકાર્પણ કયુ હતું.જેમાં વંથલી ખાતે ગુજરાત રાય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ,જિલ્લ ા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોટર્સ કલબમાં બોકસ ક્રિકેટ, ટેબલ ટેનિસ, જીમ, આર્ચરી જેવી સુવિધાઓના કામનું,જુનાગઢ શહેર ખાતે બીઆરસી ભવન ના બાંધકામ,કેશોદ ખાતે ગવર્મેન્ટ ગલ્ર્સ હાઇસ્કુલના કામનું અને વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લ ા સહકારી બેંકની બે શાખાઓનું નવીનીકરણ અને પાંચ મંડળીઓને માઇક્રો એટીએમ વિતરણ કયુ હતું. .૫૭.૧૩ કરોડના વિવિધ કામોનું  ઈ ખાતમુહર્ત  કયુ હતું. જેમાં જૂનાગઢ શહેર ખાતે નવી આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ, જૂનાગઢ શહેર ખાતે જિલ્લ ા પંચાયત જૂનાગઢ સંચાલિત સ્પોટર્સ કલબમાં બેડમિન્ટન કોર્ટના કામનું, જૂનાગઢ શહેર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી, તથા સીટી સર્વે કચેરી અને માળિયાહાટીના ખાતે મામલતદાર કચેરીના બાંધકામનું, માર્ગ અને મકાન વિભાગ રાય અંતર્ગત રોડના રિસરફેસિંગના કુલ ચાર કામોનું, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત રોડના રિસર્ફેસિંગના કુલ છ કામોનું ઈ ખાતમુહર્ત યોજાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application