વિદેશ જઇને અભ્યાસ કરવાનું સપનું જોઇ રહેલા ભારતીયો વિધાર્થીઓને મુશ્કેલીઓ વધી રહી છે. બ્રિટન અને કેનેડાની યૂનિવર્સિટીમાં એડમિશન માટે નિયમો બદલાયા બાદ વિધાર્થીને એકવાર પુનર્વિચાર કરવો પડે તેવી નોબત આવી પડી છે. યૂકેમાં વિઝા ફી ૩૬૩ પાઉન્ડ સ્ટલિગથી વધીને ૪૯૦ પાઉન્ડ સ્ટલિંગ થઇ ગઇ છે. જેમાં ૩૫% નો વધારો થયો છે. યારે કેનેડાએ જીઆઈસીની રકમને વધારીને ૧૦,૦૦૦ કેનેડિયન ડોલરથી વધારીને ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર કરી દીધી છે.
કેનેડાઇ સરકારે ડિસેમ્બર ૨૦૨૩ માં 'ઇન્ટનેશન સ્ટૂડેન્ટસની સારી સુરક્ષા માટે' રિવાઇડ રિકવાયરમેન્ટ જાહેર કરી હતી. સૌથી મહત્વપૂર્ણ હતું ગેરેન્ટેડ રોકાણ પ્રમાણપત્ર રકમને ૧૦,૦૦૦ કેનેડિયન ડોલર, જોકે ૬.૧૫ લાખ ભારતીય પિયા બરાબર છે, તેને વધારીને બમણી ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર એટલે કે ૧૨.૭ લાખ પિયાની આસપાસ કરી દીધી છે. જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ ધીમે ધીમે જીઆઇસી એમાઉન્ટમાં વાર્ષિક ૧૦% નો વધારો કર્યેા છે.
જર્મન ફેડરલ ફોરેન ઓફિસના અનુસાર મે ૨૦૨૩ સુધી, જર્મન સ્ટડી વિઝા માટે અરજી કરતી વખતે ૧૧,૨૦૮ યૂરોની ન્યૂતમ રકમ જરૂરી છે.
અન્ય દેશોમાં વિઝા નિયમોના ફેરફાર પર નજર
યૂનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા
ભારતમાં અમેરિકી દૂતાવાસ અનુસાર એફ, એમ અને જે વિઝા અરજદારોને પ્રોફાઇલ ક્રિએશન અને વિઝા શેડૂલિંગ માટે પોતાના સાચી પાસપોર્ટ જાણકારીનો ઉપયોગ કરવો પડશે, આમ કરવામાં નિષ્ફળ રહેતા વિઝા કેન્દ્રો પર એપોઇમેન્ટ રદ કરવામાં આવશે.
કેનેડા
સ્વીકૃતિની છેતરપિંડીનો સામનો કરવા માટે, ડેઝિેટેડ લનિગ ઇન્સ્િટટૂટસ એ દરેક અરજદારના સ્વીકૃતિ પત્રને સીધા આઈઆરસીસી સાથે ચકાસવાની જર પડશે. આ પ્રક્રિયાનો હેતુ વિધાર્થીઓનું રક્ષણ કરવાનો છે, અને એ સુનિશ્ચિત કરવાનો છે કે જેઓ સાચું શિક્ષણ ધરાવતા હોય તેમને જ અભ્યાસ પરમિટ મળે. કેનેડા પોસ્ટ–ગ્રેયુએશન વર્ક પરમિટના માપદંડો પર પણ ધ્યાન આપશે. વધુમાં, ૧ જાન્યુઆરી, ૨૦૨૪ થી શ કરીને, વિધાર્થીઓ માટે જીવન જરિયાતોની લઘુત્તમ કિંમત ૧૦,૦૦૦ થી વધીને ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર થઈ છે.
યુકે
યુકેના વિઝા અને ઇમિગ્રેશન વિભાગે ફીના સુધારા સહિત સૌથી મહત્વપૂર્ણ ફેરફારો રજૂ કર્યા છે. યુકે વિઝા ફી ૩૬૩ પાઉન્ડ થી વધીને ૪૯૦ પાઉન્ડ થઈ છે, જે ૩૫% નો વધારો છે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પણ ૨૬૪ પાઉન્ડથી વધારીને ૧,૦૩૫ પાઉન્ડ કરવામાં આવ્યો છે. યુકેએ એ પણ જાહેરાત કરી છે કે ૨૦૨૪ થી, આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન આશ્રિત પરિવારને તેમની સાથે લાવવા પર પ્રતિબધં મૂકવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાએ ગ્રેયુએટ વિઝા માટે આઈલેટસ સ્કોર ૬.૦ થી ૬.૫ અને સ્ટુડન્ટ વિઝા માટે ૫.૫ થી વધારીને ૬.૦ કર્યેા છે. જો આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓ સાબિતી બતાવી શકે કે તેઓ વિઝા માટે પાત્ર છે, તો તેઓ ૨૪,૫૦૫ ડોલર બચાવશે. સરકારના જણાવ્યા અનુસાર, ચકાસાયેલ કૌશલ્યની અછત ધરાવતા વિસ્તારોમાં પસંદગીની ડિગ્રી ધરાવતા આંતરરાષ્ટ્ર્રીય સ્નાતકો માટે અભ્યાસ પછીના કામના અધિકારો બે વર્ષના વિસ્તરણ સાથે ઉપલબ્ધ છે.
ફ્રાંસ
ફ્રાંસે માસ્ટર ડિગ્રી ગેયુએટ માટે પોતાના પોસ્ટ સ્ટડી વર્ક વિઝાને પાંચ વર્ષ માટે વધારી દીધા છે. આ ઉપરાંત જે લોકોએ માસ્ટરના અભ્યાસ માટે ફ્રાંસમાં એક સેમિસ્ટર વિતાવ્યું છે, તે હવે નોકરીની તકો શોધવા માટે પાંચ વર્ષના શોર્ટ સ્ટે શેંગેન વિઝાનો લાભ લઇ શકે છે.
આયરલેંડ
આ ગ્રેયુએટ અથવા માસ્ટર ડિગ્રીવાળા ઇન્ટરનેશનલ ગેયુએટના અભ્યાસ બાદ વર્ક વિઝા પર બે વર્ષ સુધી ત્યાં રહેવાની અનુમતિ આપે છે. પીએચડી વિધાર્થી દેશમાં ત્રણ વર્ષ સુધી રહી શકે છે.
ઇટલી
એક વિધાર્થી ગેયુએશન પુ કર્યા બાદ પણ ૧૨ મહિના સુધી ઇટલીમાં રહી શકે છે. ૨૦૨૨ માં લગભગ ૫,૮૯૭ ભારતીય વિધાર્થી સ્ટડી વિઝા પર ઇટલીમાં હતા. આ દેશ વિધાર્થીઓના અનુભવને સારો બનાવવા માટે પોસ્ટ સ્ટડી ઇન્ટરનશિપ, એકસટ્રા કરિકુલર ઇન્ટરશિપ જેવી તકો પુરી પાડે છે.
ન્યૂઝીલેંડ
ન્યૂઝીલેંડએ IELTS વન સ્કીલ રીટેક ઓપ્શનની અનુમતિ આપી છે, જેથી વિધાર્થીને જર પડતા ચાર સ્કીલ્સમાંથી કોઇ એક માટે ફરીથી પરીક્ષા આપવાની સુવિધા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech