રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિના લાભાર્થીઓને પસંદ કરવા માટે પરીક્ષા યોજવામાં આવે છે. આ પરીક્ષા માટે 1 માર્ચથી 11 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો. ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 2.57 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 64 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. દરમિયાન,ગઈકાલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામા આવયુ હતુ. આ પરીક્ષાની આન્સર કી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને પરિણામ મેરિટના આધારે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
રાજયના પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજ્યના 88.93 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 80.87 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, બંને પરીક્ષા મળી કુલ નોંધાયેલા 3.21 લાખ વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષામાં 2.80 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા પુર્ણ થતાં હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6માં અભ્યાસ કરતા હોય અને ધોરણ-5માં ઓછામાં ઓછા 50 ટકા ગુશ કે સમકક્ષ ગ્રેડ મેળવ્યો હોય તેઓ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા હતા. જ્યારે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-9માં અભ્યાસ કરતા હોય અને ધોરણ-8માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવ્યા હોય તેઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા હતા. પરીક્ષા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે નોંધાયેલા 2.57 લાખ વિદ્યાર્થીઓમાંથી 2.29 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 28 હજાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજ્યના 88.93 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં નવસારી જિલ્લ ામાં સૌથી વધુ 95.42 ટકા વિધાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે સૌથી ઓછા ખેડા જિલ્લ ામાં 83. 68 ટકા હાજરી નોંધાઈ હતી. અમદાવાદમાં 16 હજાર કરતા વધુ વિધાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 13 હજાર ફરતા વધુ હાજર રહ્યા હતા અને 2 હજાર કરતા વધુ ગેરહાજર રહ્યા હતા. આમ, અમદાવાદમાં 84.83 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી.
જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાપી જિલ્લ ામાં સૌથી વધુ 89.30 ટકા હાજરી નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી અમદાવાદમાં 69.13 ટકા હાજરી નોંધાઈ હતી. અમદાવાદમાં 3 હજાર કરતા વધુ વિધાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે 2 હજાર કરતા વધુ હાજર રહ્યા હતા અને 1 હજાર કરતા વધુ ગેરહાજર રહ્યા હતા.
જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે નોંધાયેલા 64 હજાર વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા વખતે 51 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજ રહ્યા હતા. આમ, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 80.87 ટકા હાજરી નોંધાઈ હતી. પરીક્ષા પુર્ણ થતાં હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આન્સર કી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. જેમાં પરિણામ જાહેર કરાયા બાદ મેરિટના આધારે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech