સૌરાષ્ટ્ર્ર કચ્છને આવરી લેતા પીજીવીસીએલમાં વિવિધ ટેકનિકલ કામગીરીના કોન્ટ્રાકટ રેટમાં વધારો કરવાની માગણી સાથે કોન્ટ્રાકટર એસોસિએશન દ્રારા પાડી દેવાયેલી હડતાલ ભુજ ખાતે શનિવારે યોજાયેલી બેઠકમાં થયેલા સમાધાનમાં એમડી દ્રારા ભાવ વધારાનો પ્રશ્ન બોર્ડ ઓફ ડાયરેકટરની બેઠકમાં રજૂ કરવાની ખાતરી અપાતા પાંચ દિવસ જુની હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે.
આ અંગે કચ્છ–સૌરાષ્ટ્ર્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ માતા અને સેક્રેટરી જયેશભાઈ કોટડીયાના જણાવવા મુજબ ચારેય વીજ વિતરણ કંપનીમાં પીજીવીસીએલમાં વિવિધ કોન્ટ્રાકટ રેટ સૌથી ઓછા હોવા બાબતે એસોસિએશન દ્રારા પીજીવીસીએલમાં એમજીવીસીએલ જેટલા કોન્ટ્રાકટ રેટ આપવા એટલે કે ૪૦% વધારો માંગવાની એસોસિએશનની રજૂઆતોને યોગ્ય પ્રતિસાદ નહીં મળતા ગત તારીખ ૧૧. ૧૧. ૨૦૨૪ના રોજ સાંજે એમડીને આવેદનપત્ર સુપરત કરીને મૌખિક રજૂઆતો તેમજ તાત્કાલિક ગાંધી ચિંધ્યા રાહે કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પાડી દેવામાં આવી હતી. ત્યારબાદ ભાવ વધારા બાબતે પૂર્વ રાયમંત્રી વાસણભાઈ આહીરના પ્રયાસોથી શનિવારે ભુજ ખાતે મેનેજિંગ ડાયરેકટર પ્રીતિ શર્મા સાથે સંગઠનની બ મિટિંગ થતા ચાલી રહેલી હડતાલ બાબતે સુખદ સમાધાન થતા હડતાલનો અતં આવેલ છે. જેમાં મેનેજિંગ ડિરેકટર દ્રારા તા. ૧૬. ૧૧. ૨૦૨૪ના રોજ યોજાનાર બોર્ડ મીટિંગમાં વ્હિકલ હાયરિંગ, ફેબ્રિકેશન, લોડિંગ – અનલોડિંગ વગેરેના ભાવવધારા અંગે નિર્ણય લેવામાં આવશે તેવી લેખિતમાં ખાત્રી આપવામાં આવી છે. બેઠકમાં મેનેજિંગ ડાયરેકટર પ્રીતિ શર્મા, વિશેષ મુખ્ય ઈજનેર એ.એસ.ચૌધરી, નાયબ ઇજનેર રીટાબેન પીંડોરિયા, કોન્ટ્રાકટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ માતા વગેરે હાજર રહયા હતા. શનિવારે સાંજે તાત્કાલિક અસરથી જ એસોસિએશન દ્રારા હડતાળ પાછી ખેંચી લેવાતા રવિવારથી રાબેતા મુજબ કામગીરી શ થઈ ગઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાવલમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પકડાયો
April 04, 2025 11:55 AMરિલાયન્સ આંધ્રપ્રદેશમાં 500 સીબીજી પ્લાન્ટ્સ સ્થાપી નવું સીમાચિન્હ સ્થાપશે
April 04, 2025 11:48 AMજામનગર: ધ્રોલના સુમરા ગામના બનાવ અંગે પરિજને વિગતો આપી
April 04, 2025 11:47 AMજામનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવનો દ્વિ-દિવસીય પાટોત્સવનું આયોજન
April 04, 2025 11:45 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech