હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે પણ સુરક્ષા અંતર્ગત એસ.પી. નીતેશ પાંડેની સૂચના મુજબ અને ડી.વાય.એસપી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસના પી.આઇ. રાણા દ્વારા બંદર ઉપર તેમજ દરિયાઈ વિસ્તારમાં દરરોજ સખત ચેકીંગ હાથ ધરાયું હતું.
જેમાં માછીમારોની બોટો તેમજ હોળીઓમાં પણ સખત ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ માછીમારોને માર્ગદર્શન આપ્યું હતું. માછીમારોને દરિયાઈ માર્ગે કોઈ અજાણી હિલચાલ જણાઈ કે કઈ શંકાસ્પદ વસ્તુ જણાઈ તો તુરંત પોલીસનો સંપર્ક કરવા સૂચના અપાઇ હતી.
તેમજ સલાયા ચેકપોસ્ટે પણ બહારથી આવતી ગાડીઓ અને વાહનોને ખાસ તકેદારી પૂર્વક ચેકીંગ કરાય રહી હતી.ગઈ કાલે શનિવારે રાતે પણ ફરીથી બ્લેકઆઉટના આદેશ બાદ સલાયામાં લોકોએ બ્લેક આઉટને સફળ બનાવ્યું હતું. સલાયા મરીન પોલીસ પણ સતત નાઇટ પેટ્રોલિંગ કરીને બ્લેક આઉટને સફળ બનાવ્યું હતું.સલાયા નગર પાલિકા દ્વારા પણ ચીફ ઓફિસરની સૂચના મુજબ જાહેર એલાન કરાવી અને બ્લેક આઉટ વિશે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application