ગુજરાત ભાજપમાં જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપમાંથી એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર્રમાં ભાજપમા વધુ પડતી આંતરિક માથાકૂટ ચાલી રહી છે તાજેતરમાં અમરેલી લેટર કાંડ બાદ હવે રાજકોટના પ્રભારી ધવલ દવે સામે વિવિધ આક્ષેપ કરતો પત્ર વાઇરલ થયો છે. તેની સામે ગુજરાત ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવે નિવેદન આપ્યું છે કે ભાજપના નેતાઓ તમામ સમાજને સાથે રાખીને ચાલી રહ્યા છે પક્ષના નેતા ધવલ દવે વિદ્ધ પત્ર લખનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવે છે.
ગુજરાત ભાજપના વર્તુળોમાં રાજકોટ થી એક નનામો પત્ર વાઇરલ કરાયો હતો, જેમાં પક્ષના જિલ્લ ા પ્રભારી ધવલ દવે વિદ્ધ બેફામ આક્ષેપો કરાયાં હતા. તેમાં પક્ષના મહામંત્રી રત્નાકર ને ઉદ્દેશીને ચોક્કસ સમાજમાં વૈમનસ્ય ફેલાવવા નો પ્રયાસ થયો હતો. ભાજપે આવા પત્રને વખોડી નાંખ્યો છે અને કહ્યું કે, પક્ષ અને તેના નેતાઓ સહત્પ સમાજને સાથે રાખીને ચાલવામાં માને છે. આ હીન પ્રયાસ થકી પત્ર લખનારા લોકોએ પાર્ટી અને તેના નેતાઓની પ્રતિા ખરેડવાનું કામ કયુ છે. આ પત્ર લખનારા લોકો વિદ્ધ પોલીસ અને કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવે એ જણાવ્યું છે.
હાલમાં જે પત્ર અજાણ્યા શખ્સ દ્રારા વાયરલ કરવામાં આવ્યો તેમાં કોઇ આધાર પુરાવો કે તથ્ય આધારીત વાત હોતી નથી. ભાજપ હંમેશા જનતા અને કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપી સૌનો સાથ,સૌનો વિકાસ,સૌના પ્રયાસના સૂત્ર સાથે કામ કરે છે.
સંગઠન મહામંત્રી કયારેય કોઇ ચોક્કસ સમાજ કે જ્ઞાતિ–જાતિ સાથે વેરભાવ રાખીને કામ કરે નહીં.
રાજકોટમાં સંગઠનની પ્રક્રિયાથી અસંતુષ્ટ્ર થયેલા કેટલાક નેતાઓએ આવા નનામા પત્રો ફરતા કરી બેફામ આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોને કા૨ણે ભાજપમાં ચૂંટણી પહેલા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે તેનો બદ ઈરાદો છતો થઈ ગયો છે.
દવેએ વધુમાં જણાવ્યું કે, પક્ષના સંગઠન મહામંત્રી હંમેશાં પાર્ટીના હિતમાં તેમજ દરેક જ્ઞાતિના કાર્યકર્તાને સાથે રાખીને ચાલતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech