નવસારીમાં બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. આ બનાવમાં 300 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી, મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું. જેના પછી ટોળા દ્વારા કાગદીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી. જેમાં જય શ્રીરામના નારા પોકારવામાં આવ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હતી. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે.
જૂથ અથડામણ કેમ થઈ?
નવસારીમાં આવેલા દરગાહ રોડ પરની પેન્ટરશૈખની ગલીમાં રહેતા મયુરીબેન તથા તેમના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઉભા હતા. તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા શાહ નવાજ ભંડેરી તેની બાઈક પર બેસીને નીકળ્યો હતો અને વિમલ પટેલને તેની બાઈક નડતી હોવાથી સાઇટ ઉપર હટાવી લેવાનું કહ્યું હતું. આ દરમિયાન શાહનવાઝે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરિતોને બોલાવ્યા હતા. ટૂંક સમયમાં પાંચ સાગરીતો દોડી આવ્યા હતા અને વિમલ પટેલને ગાળો આપી માર મારવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન કરતી ટીપ્પણી કરી હતી.
બન્નો પક્ષો વચ્ચે તંગદીલી પ્રસરી હતી
જેના પગલે બન્નો પક્ષો વચ્ચે તંગદીલી પ્રસરી હતીઆ બાબતે સોશિયલ મીડિયામાં કેટલાક પોસ્ટ ઝડપી વાયરલ થઈ હતી. પરિણામે ગઈકાલે રાત્રે પટેલ દંપતીના સમર્થન કરતું 200નું ટોળુ નવસારી ટાઉન પોલીસ મથકે ઘસી જઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. બીજી તરફનું પણ યુવાનોના ટોળા પણ દરગાહ રોડ ઉપર ભેગા થતા પોલીસે ચુસ્ત ચાંપતો બંદોબસ્ત ગોઠવી બને પક્ષના ટોળાને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયુરી વિમલભાઈ પટેલની ફરિયાદને આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શાહ નવાજ ઇકબાલ શેખ અને રસીદા સમદની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
ભડકાઉ વીડિયો અને લખાણ ફરતા થયા હતા
નવસારીના સોશિયલ મીડિયા ઉપર બંને ટોળા પૈકી કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિ ડહોળવા માટે વિવાદિત લખાણ ફરતા કર્યા હતા. જેના આધારે અફવાઓનું બજાર ગરમ બન્યું હતું, આ મામલે બંને ટોળા પૈકી ઉશ્કેરણી જનક વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જોકે પોલીસે એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech