અમેરકાની કટોકટીની અસર હેઠળ શેરબજારમાં આજે ત્રણ ટકાનો ભયંકર કડાકો જોવા મળ્યો હતો અને સેન્સેક્ષ 2401 પોઈન્ટ તૂટી ગયો હતો. પ્રીઓપ્નમાં તો સેન્સેક્ષ 4000 પોઈન્ટ જેટલો ડાઉન હતો તેના પરથી જ અંદાજ લાવી ગયો હતો કે બજાર આજે મોટા કડાકા સાથે જ ખીલશે. અમેરિકન બજારો તૂટ્યા તેની અસર વિશ્વભરના શેરબજાર પર પડી છે અને ભારતનું ભાજર પણ તેનો ભોગ બન્યું હતું. . સમગ્ર માર્કેટમાં વેચવાલીથી સેન્સેક્સને ભારે ફટકો પડ્યો હતો. સેન્સેક્સ તેના અગાઉના 80,981.95ના બંધ સામે 78,588.19 પર ખુલ્યો હતો અને ટૂંક સમયમાં 3 ટકા તૂટીને 78,580.46ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 50 તેના અગાઉના 24,717.70ના બંધ સામે 24,302.85 પર ખૂલ્યો હતો અને 2 ટકાથી વધુ ઘટીને 24,192.50ના સ્તરે પહોંચ્યો હતો.
યુએસ શેરબજારમાં કટોકટીની અસર દેખાઈ રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ મંદી અને યુદ્ધની વધતી જતી ચિંતા વચ્ચે શુક્રવારે અમેરિકી માર્કેટમાં થયેલા હોબાળા બાદ રોકાણકારોના હોઠ પર એક જ પ્રશ્ન હતો કે, શું સોમવાર સ્થાનિક શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થશે? નોંધનિય છે કે, ગીફ્ટ નિફ્ટી 24,388ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો જે શુક્રવારના નિફ્ટી ફ્યુચર્સના બંધથી લગભગ 310 પોઈન્ટનો ઘટાડો દશર્વિે છે. ભારતીય શેરબજાર માટે આ એક ડરામણો સંકેત હતો.
ગયા સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘણી મોટી કંપ્નીઓના શેર પત્તાના પોટલાની જેમ વેરવિખેર થઈ ગયા હતા. અમેરિકામાં મંદીથી અમેરિકી શેરબજાર હચમચી ગયું હતું ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી. હવે અઠવાડિયાનો પ્રથમ બિઝનેસ ડે, સોમવાર પણ ’બ્લેક મન્ડે’ જેવો દેખાઈ રહ્યો છે. જ્યારે પ્રી-ઓપ્નમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો જ્યારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઘટી ગયા હતા.
સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધની તુલનામાં 1600 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50એ પણ 424 પોઈન્ટના ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. અગાઉ ગયા શુક્રવારે ભારતીય શેરબજારમાં સુનામી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech