ગોંડલ પંથકમાં છેલ્લ ા અઠવાડીયાથી સાધુના વેશમાં સંમોહન દ્વારા તશ્કર ફરી રહ્યો હોવાની વિગતો ચોમેર ચચર્ઈિ રહી છે. ત્યારે આ સાધુની ગેંગ દ્વારા ગોંડલ તાલુકાનાં મોવિયા ગામના ખેડૂતનો સોનાનો ચેઇન અને રોકડ સહિત દોઢ લાખની મત્તા પડાવી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગામના આગેવાનોએ તાલુકા પોલીસને જાણ કરી વીડિયો વાઇરલ કરી લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. નંબર પ્લેટ વગરની સફેદ કલરની કારમાં આવેલ ડ્રાઇવર અને સાધુ વેશધારી વ્યક્તિની શોધખોળ પોલીસે હાથ ધરી છે. કાર સીસીટીવીમાં કેદ થઈ છે.
સાધુ ગેંગનો ભોગ બનેલા મોવિયા ગામના વતની કાંતિભાઈ ઘુસાભાઇ ભાલાળા(ઉં વ. 63)એ જણાવ્યું કે, તેઓ ગોવિંદનગર બસ સ્ટેન્ડથી શ્રીનાથગઢના દરવાજા પાસે ગોરના મકાન નજીક પહોંચતા પાછળથી એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડીએ હોર્ન મારતા તેમણે મોટર સાયકલ ઉભું રાખ્યું. કારમાંથી ડ્રાઇવરે બહાર નીકળી સાધુને સ્નાન કરવા માટે જગ્યા માટે પૂછતાં સદાવ્રત મંદિરની જગ્યાનું સરનામું આપેલ. જોકે ડ્રાઇવરે કહ્યું કે, ત્યાં તેમને અનુકૂળ નહીં રહે. આ દરમિયાન તેઓ બાઈક પર બેસી નીકળતી હોય ડ્રાઇવરે સાધુના દર્શન કરી કંઈક દક્ષિણા આપો. જેથી કારની પાછળની સીટમાં બેઠેલા સાધુ વેશધારી વ્યક્તિને તેમણે 20ની નોટ આપી પ્રણામ કયર્.િ સાધુએ રૂ. 20 ની નોટમાં એક રુદ્રાક્ષનો પારો નાખી મારાં મોઢા પાસે ફેરવ્યો. સાધુએ કહ્યું કે, આ પ્રસાદી છે. પછી સાધુ એ મને મારી આંગળીમાં પહેરલ વીંટી તથા ચેઇન તથા પાકીટમાંથી જે રૂપીયા હતા તે બધુ કાઢવાનું જણાવતા કાઢી આપ્યા હતા. દરમિયાન આ લોકો કાર હંકારી ત્યાંથી નીકળી ગયા. કાંતિભાઈએ પીછો કર્યો પણ કાર ક્યાંય દેખાઈ નહીં. તેમણે પછી ગામના આગેવાનોને વાત કરી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા કાર સીસીટીવીમાં કેદ થઈ છે. ઉલ્લ ેખનીય છે કે, ગુનેગારોની આ જૂની મોડસ ઓપરેન્ડી છે. આગાઉ પણ આ પ્રકારે સંમોહન દ્વારા સાધુ વેશમાં આવી મત્તા પડાવી લીધાના કિસ્સા બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech