દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સતત ચોથી વખત ચૂંટાયેલ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનો સન્માન કાર્યક્રમ ખંભાળિયા બી.આર.સી. ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ કરમુર અને રાજ્ય સંઘના ઉપપ્રમુખ શુક્લભા સુમણીયાની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા છેલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, શિક્ષક જ્યોત સંપાદક જીગાભાઈ પટેલ, ખંભાળિયા ટી.પી.ઈ.ઓ. કનુભાઈ નંદાણીયા, કલ્યાણપુરના જીવાભાઈ હાથલીયા, દ્વારકા હેમતભાઈ સુવા, ખંભાળિયા બીઆરસી રાણાભાઈ, દ્વારકા બીઆરસી ટીનાબેન ત્રિવેદી, ખંભાળિયા તાલુકા સંઘ પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેષભાઈ કરમુર, ઉપપ્રમુખ દેવશીભાઈ કરમુર, ભાણવડ તાલુકા સંઘ પ્રમુખ રાહુલભાઈ કંડોરીયા, મહામંત્રી દિનેશભાઈ વાઘમશી, દ્વારકા સંઘ પ્રમુખ હરભમભા જગતિયા, ઉપપ્રમુખ લાલભાઈ, કલ્યાણપુર તાલુકા સંઘ પ્રમુખ કરશનભાઈ રાવલિયા, મહામંત્રી રવજીભાઈ ડાભી, ઉપપ્રમુખ હાજાભાઈ વાળા, જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ ચાવડા, ઉપપ્રમુખ લાખાભાઇ કરમુર, મુકેશભાઈ જોષી, ઈલાબેન વાઢેર, શોભનાબેન ત્રિવેદી, શત્રુંધન ગોજીયા, સુરેન્દ્રભાઈ તમામ કારોબારી સભ્યો, સી.આર.સી. સભ્યો, આચાર્યો અને મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.
આ પ્રસંગે દિગ્વિજયસિંહ જાડેજાનું વિવિધ સ્મૃતિચિહ્ન વડે સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો બાબતે સવિસ્તૃત ચર્ચાઓ તથા સંવાદ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીખુભાઈ પિંડારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech