રાજકોટ સહીત રાયની સરકારી હોસ્પિટલમાં નસગ સુપ્રિટેન્ડેન્ટની છેલ્લા બે વર્ષથી વધુના સમયથી જગ્યાઓ ખાલી પડી હોવાના કારણે મહત્વની એવી આરોગ્ય સેવામાં અનેક અસર પડી રહી છે. સપ્ટેબર–૨૪માં જીપીએસસીનું રિઝલ્ટ જાહેર થયા બાદ આજે ૬ મહિના જેટલો સમય વીતવા છતાં રાયના આરોગ્ય વિભાગ દ્રારા સુપ્રિટેન્ડેન્ટ કક્ષાની પોસ્ટ માટે નિમણુકં કરવામાં આવી નથી. વિભાગના ૧૬ જેટલા ઉમેદવારો પાસ થયા હતા અને તમામના ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના મોડી નિમણુકં પાછળના કારણો જણાવવામાં આવ્યા હતા. પરંતુ રિઝલ્ટ આવ્યા બાદ ત્રણ ત્રણ મહિના સુધી હજુએ ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેનું કામ ચાલતું હોય તો આરોગ્ય વિભાગનું કામ કાચબાની ચાલથીએ મદં હોવાનુ કહેવું અતિશિયોકિત નથી. આરોગ્ય જેવી મહત્વપૂર્ણ સેવામાં પણ આટલી હદે ધીમી કામગીરીથી વિભાગને આરોગ્ય બાબતે કેટલી ગંભીરતા છે એ અહીં સ્પષ્ટ્ર જણાઈ રહ્યું છે. નસિગ સુપ્રિન્ટેન્ડેટની પોસ્ટ કે જેમની નીચે સિવિલ હોસ્પિટલના નસગ સ્ટાફની કામગીરી ઉપરાંત કેટલીક નસગ વિભાગની વહીવટી બાબતોનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષથી આ જગ્યા ઇન્ચાર્જના હવાલે ચલાવવામાં આવતી હોવાથી હોસ્પિટલોની નસગ સેવામાં અણધડ કામગીરી કરવામાં આવી રહી છે. જેનો ભોગ દર્દીઓ પણ બની રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો ઓકટોમ્બર ૨૦૨૨થી ઇન્ચાર્જ નસગ સુપ્રિન્ટેન્ડેન્ટના હવાલે ૧૦૦૦થી વધુ નસિગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. ૨૦૨૨થી ઇન્ચાર્જ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો એ પણ માત્ર ત્રણ મહિનાથી એક વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત થતા કમર્ચારીઓને સોંપણી કરવામાં આવી હતી. જેના કારણે કોઈ દાખલાપ કામગીરી કરવાને બદલે નિવૃત્તિના કાંઠે આવેલા કર્મચારીઓ કોઈ વિવાદમાં ન સપડાઈ એની પુરી તકેદારી રાખી સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ચાર્જના દિવસો પુરા કરી નિવૃત્તિ વિદાયમાન લઈ લીધું હતું. આ બધા કારણોસર સિવિલ અને એમસીએચ (ઝનાના) હોસ્પિટલનો નસગ સ્ટાફ પાસેથી શિસ્તતા પૂર્વકની કામ લેવાની અગાઉ જે પક્કડ હતી જે ગુમાવી દેવાતા કેટલાક કર્મચારીઓ નિાપૂર્વક તો કેટલાક કર્મચારીઓ ઘડીયાલના કાંટે અને એ પણ મરજી મુજબની કામગીરી કરી રહ્યા છે. જેનો ભોગ અવાર નવાર દર્દીઓએ બનવું પડું છે. આ માત્ર રાજકોટ સિવિલની વાત છે આ અમદાવાદ સિવાય રાયની મોટાભાગની સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ નસગ સુપ્રિન્ટેન્ડેન્ટથી કામ લેવામાં આવી રહ્યું છે. જે સરકારી આરોગ્ય કવિભાગની નબળાઈ સાબિત કરી રહ્યું છે
રિઝલ્ટ આવી ગયું છે તો જગ્યા ભરાઈ જશે: આરોગ્ય મંત્રી
તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આજકાલ દ્રારા આરોગ્યને સ્પર્શતા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમાંનો એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવ્યો હતો કે, જીપીએસસીનું રિઝલ્ટ જાહેર થયાને મહિનાઓ થવા છતાં નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા આજસુધી ભરવામાં આવી નથી. જેનો સહજતા પૂર્વક જવાબ આપતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, રિઝલ્ટ આવી ગયું છે તો, જગ્યા પણ ભરાઈ જશે. આ જવાબમાં કોઈ જ ગંભીરતા જોવા મળી નહતી. પરંતુ સિવિલમાં નસિગ વિભાગમાં લાલીયાવાડી કેટલી હદે ચાલી રહી છે એ કદાચ રાયના આરોગ્ય મંત્રી વાકેફ નહીં હોય અથવા તો તેનાથી વાકેફ કરવામાં નહિ આવ્યા હોય જેના કારણે મહત્વના મુદ્દે જવાબમાં કોઈ ગંભીરતા જોવા મળી નહતી. આ તો માત્ર રાજકોટ સિવિલની સ્થિતિ છે, અન્ય સિવિલ હોસ્પિટલમાં પણ આવી જ પરિસ્થિતિ હશે એ માનવું પણ અહીં ખોટું નથી
.ઝનાનામાં પણ અલગ સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ
નવ નિર્મિત એમસીએચ (ઝનાના) હોસ્પિટલ બનતા સરકાર દ્રારા તેનું મહેકમ અલગથી મંજુર કરવામાં આવ્યું છે જેમાં પણ અલગ નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ મુકવામાં આવી છે પરંતુ મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા બે વર્ષથી કાયમી સુપ્રિન્ટેન્ડેન્ટ નથી તો ઝનાનામાં પોસ્ટ પર નિમણુકં કેટલા વર્ષ પછી થશે એ તો હવે આવનારો સમય જ બતાવશે. હાલ તો ત્યાં પણ મેટ્રનના હવાલે લોલમલોલ કામગીરી ચાલી રહી છે.
કડકાઈ જરૂરી છે પરંતુ કર્મચારીઓનું અપમાન થાય એ હદે નહીં
સિવિલમાં હાલના નસિગ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે એમની કડકાઈથી કામગીરી લેવાની ઢબ સારી છે પરંતુ કેટલાક નિયમો અને નિર્ણયો મનઘડત હોવાની સાથે સાથે નસિગ કર્મચારીઓનું અપમાન કરી દેવામાં આવે એ હદે તેમના વર્તનથી કર્મચારીઓ ત્રાહિત બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષમાં એટલે કે ૨૦૨૨થી ૨૪ સુધીમાં ત્રણ ઇન્ચાર્જ નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટ (નિવૃત થતા) બદલાયા છે. આવા કિસ્સામાં નસિગ કર્મચારીઓ પણ અવઢવમાં મુકાતા હોય છે કે, હાલ નસિગ સુપ્રિટેન્ડેન્ટ છે કોણ ? રજૂઆત કે રજા બાબતે કોને મળવું, જો કે હાલમાં જેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે એ પણ મહિનાઓમાં નિવૃત થવા ઉપર છે. એ પૂર્વે કાયમી સુપ્રિન્ટેન્ડેન્ટની સરકાર નિમણુકં કરે એ ખુબ આવશ્યક છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech