રાજકોટ એસટી દ્રારા આજથી દિવાળી એકસ્ટ્રા બસનો પ્રારંભ

  • October 25, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાળા–કોલેજોમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ આજથી રાજકોટ એસટી ડિવિઝન દ્રારા દિવાળી પર્વ નિમિતેની એકસટ્રા બસ સેવાનો પ્રારભં કરવામાં આવ્યો છે. મુસાફરોએ દિવાળીમાં સહ પરિવાર પ્રવાસે જતા પૂર્વે ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવવા ભારે ધસારો કરતા મોટા ભાગની બસોમાં હાલ લગભગ ૭૦ ટકા ટિકિટ તો ઓનલાઇન બુક થઇ રહી છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે દિવાળી પર્વ નિમિત્તે કુલ ૧૦૦ એકસટ્રા બસ દોડાવવાનું આયોજન છે જેનો પ્રારભં આજથી કરવામાં આવ્યો છે. વેકેશન શ થતાં સાથે ટ્રાફિક પણ વધ્યો છે. દિવાળી નિમિતે રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, ભાવનગર અને ભુજ સહિતના ટ ઉપર એકસટ્રા બસો દોડાવાશે. ખાસ કરીને કોઈ પણ ટ માટે મુસાફરોનો ધસારો જોવા મળશે કે તુરતં તે ટ ઉપર એકસટ્રા બસ મુકાશે. જો કોઇ નિર્ધારિત ગામ કે શહેર જવા માટે એક સાથે ૫૧ મુસાફરો બસ બુકિંગ કરાવશે તો તેમને નિર્ધારિત સ્થળેથી રિસીવ કરવા માટે બસ ત્યાં સુધી જશે.
તેમણે ઉમેયુ હતું કે ફકત રાજકોટ એસટી બસપોર્ટ જ નહીં પરંતુ રાજકોટ એસટી ડિવિઝન હેઠળના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપો ખાતેથી એકસટ્રા બસ સેવાનું સંચાલન કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application