રાજકોટ મહાપાલિકાના ચૂંટણી વર્ષમાં ભરતીની માંગ સાથે પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળએ ધોકો પછાડ્યો છે. ખાલી પડેલી કુલ ૮૦૯માંથી ૫૬૬ જગ્યાઓ સીધી ભરતીએ ત્વરિત ભરવા માંગ કરાઇ છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા ઇનવર્ડ નં.૯૫૯, તા.૭-૫-૨૦૨૫થી કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાપાલિકાના વિવિધ ૧૨ વિભાગોમાં વિવિધ કેડરની કુલ ૮૦૯ જગ્યાઓમાંથી ૫૬૬ જગ્યાઓ ખાલી હોવાને કારણે અમુક વિભાગોમાં એક જ કર્મચારીને બબ્બે ત્રણ-ત્રણ ચાર્જ સોંપીને કામગીરી કરવામાં આવી રહી છે, તદઉપરાંત કાયમી ભરતી કરવાને બદલે કોન્ટ્રાકટ બેઝના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી રહી છે તે બંધ કરીને નિયમ મુજબ ભરતી કરીને કાયમી કર્મચારીની નિમણુંક કરવા માંગ કરાઇ છે. રાજકોટ મહાપાલિકાનું સ્ટાફ સેટ અપ ૧૯૭૯માં મંજુર થયેલું છે અને ત્યારબાદ હાલની સ્થિતિએ શહેરની વસ્તી અને વિસ્તાર તેમજ કામગીરીમાં અનેકગણો વધારો થવા છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચ, રોશની બ્રાન્ચ, વોટર વર્કસ બ્રાન્ચ, ડ્રેનેજ બ્રાન્ચ સહિતની બ્રાન્ચમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરાતી નથી. શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની તક મળી રહે તેવા હેતુથી ખાલી પડેલી જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
આટલી બ્રાન્ચમાં આટલી જગ્યાઓ ખાલી
ક્રમ---બ્રાન્ચ---પોસ્ટ---ખાલી પડેલી જગ્યા
૧.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડ્રાઇવર ૫૩
૨.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેવી વહીકલ ઓપરેટર ૧૬
૩.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મજૂર ૨૭૦
૪.રોશની વિભાગ ડ્રાઇવર ૯
૫.હેલ્પર વિભાગ હેલ્પર ૫૩
૬.વોટર વર્કસ ડ્રાઇવર ૧૪
૭.વોટર વર્કસ પેટ્રોલર ૧૦૭
૮.ડ્રેનેજ શાખા ડ્રાઇવર ૦૬
૯.ડ્રેનેજ શાખા ડ્રાઇવર કમ મશીન ઓપરેટર ૦૩
૧૦.ડ્રેનેજ શાખા હેલ્પર ૦૪
૧૧.ડ્રેનેજ શાખા મજૂર ૨૨
૧૨.મેલેરિયા શાખા ૦૯
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech