અજય દેવગનની ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ, રવીના ટંડનની દીકરી કરી રહી છે ડેબ્યૂ
અજય દેવગન વર્ષ 2025માં પણ ધમાકેદાર મૂવી લઈને આવશે. તેની આગામી ફિલ્મ "આઝાદ"નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જે ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યું છે.
અજય દેવગન ફરીવાર એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની "આઝાદ" નામની આ ફિલ્મ આગામી વર્ષે સિનેમા હાઉસમાં રિલીઝ થશે. પણ તેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ અને તેમના ઘોડાની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અજયની સાથે રવિના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણિયો અમન દેવગન પણ ડેબ્યૂ કરશે.
આગામી વર્ષે આવનાર અજય દેવગનની ફિલ્મ 'આદાઝ'નું ટીઝર રિલીઝ થયું છે. તે ટીઝર 1 મિનિટ 47 સેકન્ડનું છે. આ ટીઝરમાં સ્ટોરીનું બ્રીફ વોઈસ ઓવર દ્વારા આપવામાં આવ્યું છે. નેરેશન પરથી એવું લાગે છે કે મહાન ક્રાંતિકારી યોદ્ધા મહારાણા પ્રતાપના ઘોડાની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં મહારાણાના બહાદુર ઘોડા અને તેમની બહાદુરીની સ્ટોરી બતાવવામાં આવશે. અત્યારે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ આપવામાં નથી આવી. પરંતુ આ ફિલ્મ જાન્યુઆરી 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે તેવી સંભાવના છે.
અજય દેવગનની હાલમાં જ "સિંઘમ અગેઇન" ફિલ્મ રિલીઝ થઈ છે જેને માત્ર 4 દિવસમાં જ 140 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. તો બીજી તરફ મંગળવારે જ અજય દેવગને ફેન્સને વધુ એક ખુશખબર આપી છે. જેમાં "આઝાદ"નું ટીઝર પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. જેથી એક યુઝરે લખ્યું હતું કે, "ટિઝર જોરદાર છે તો ફિલ્મ બ્લોકબસ્ટર હશે." અન્ય એક વ્યક્તિએ લખ્યું- "આ ફિલ્મે તાનાજીની યાદ આપવી દીધી". તો બીજા યુઝર્સે ટિઝરના વખાણની સાથે રાશા થડાની અને અમન દેવગનને તેમની ફર્સ્ટ મૂવી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMખંભાળિયાના ભરાણા ગામેથી ઘોડા ડોક્ટર ઝડપાયો
May 20, 2025 10:58 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech