રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે ઇન્ડિયા–ઈંગ્લેન્ડ વચ્ચેની ટી–૨૦ સીરીઝનો ત્રીજો મેચ રમાયો હતો. જેમાં ભારતીય ટીમના સ્ટાર બેટરો રકાસ થતા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડો હતો અને ઈંગ્લેન્ડની ટીમ સિરીઝ બચાવવામાં સફળ રહી હતી, ભારતીય ટીમની હારથી દર્શકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. માત્ર હાર્દિક પંડા સિવાય તમામ બેટસમેનનો લોપ શો રહ્યો હતો સાથે જ સ્પિનર વણ ચક્રવતીએ ઝડપેલી પાંચ વિકેટ એળે ગઈ હતી.
રાજકોટની ખંઢેરી સ્ટેડિયમની પીચ પ્રથમ બેટિંગ કરનાર માટે રનનો ખડકલો કરવા માટે જાણીતી છે, પરંતુ ઇન્ડિયન ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિગનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ૯ વિકેટ ગુમાવી ૧૭૧ રન ફટકાર્યા હતા. જેમાં ડકેટએ સાત ચોગ્ગા અને બે સિકસરની મદદથી ૨૮ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા. ડકેતની વિકેટ ગુમાવ્યા બાદ વણ ચક્રવતીની ફિરકીમાં ઈંગ્લેન્ડની ટીમ લપેટાતી જોવા મળી હતી. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર ૧૫૦ રન થવા પર પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો. પરંતુ પાંચમા નંબરે બેટિંગમાં ઉતરેલા લીવીંગસ્ટોનએ બાજી સંભાળતા પાંચ સિકસર અને એક ચોગ્ગાની ધુંઆધાર ૨૪ બોલમાં ૪૩ રનની મદદથી ઈંગ્લેન્ડની ટીમએ ૧૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ચેઝ કરવાની સાથે શ્રેણી જીતવા ઉતરેલી ઇન્ડિયન ટીમએ સંજુ સેમસન, અભિષેક, સુર્યકુમાર યાદવ, તિલક, વોશિંગટનની વિકેટ સસ્તામાં ગુમાવી દેતા દર્શકોમાં પણ નિરાશા વ્યાપી હતી. પીચ ઉપર હાર્દિક પંડ્યા હોવાથી પ્રેક્ષકોની મેચ વિનિંગની આશા જીવતં હતી. હાર્દિકએ ૩૫ બોલમાં ૪૦ રન બનાવ્યા બાદ ઓવરટનએ બોલ્ડ કરતા જ ઇન્ડિયન ટીમની હાર નિશ્ચિત માની દર્શકો ગ્રાઉન્ડ છોડવા લાગ્યા હતા. ઇન્ડિયન ટીમએ ૧૪૫ રનમા ૯ વિકેટ ગુમાવતા ઈંગ્લેન્ડની ટીમ ૨૬ રને રાજકોટનો મેચ કબ્જે કરી શ્રેણીમાં જીવતં રહ્યું હતું
ઉત્સાહિત પ્રેક્ષકો અંતે નિરાશ
ગઈકાલની ઇન્ડિયા–ઈંગ્લેન્ડની મેચને લઈને રંગીલા રાજકોટ વાસીઓમાં કેટલાક દિવસથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મેચ શરૂ થવા સુધી ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. ગ્રાઉન્ડમાં પણ પ્રેક્ષકોથી ચિક્કાર ભરાયું હતું. ઇન્ડિયન ટીમના સમર્થનમાં દર્શકો અનેક વેશભૂષા સાથે જોવા મળ્યા હતા. વંદે માતરમમાં ગીત ઉપર દર્શકોએ મોબાઈલમાં લેશ લાઈટ શ કરતા ગ્રાઉન્ડ ઝગમગી ઉઠું હતું. જો કે, ભારતનો રકાસ થતાં પ્રેક્ષકો નિરાશ થયા હતા અને ત્રણેક ઓવર બાકી હતી ત્યાંજ ઉઠીને ચાલવા માંડા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech