રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા સ્ટાફની બદલીઓમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ નવતર અભિગમ અપનાવ્યો છે અને ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ વોર્ડમાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય તેવા ઇન્સ્પેકટરોને માંગણી મુજબ બદલીની તક આપી છે. અલબત્ત આ માટે સિનિયોરિટી મુજબ પ્રાથમિકતા અપાશે. આ અંગેની સમગ્ર વિગતો ગુગલ પોર્ટલ ઉપર ઓનલાઇન મુકવાની રહે.
દરમિયાન તાજેતરમાં આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપનીલ ખરે દ્રારા આ અંગે એક વિસ્તૃત પરિપત્ર પ્રસિદ્ધ કરીને માંગણી મુજબ બદલીઓ માટે શું કાર્યવાહી કરવાની રહે તેની વિગતો જાહેર કરવામાં આવી હતી તેમજ ઝોન અને વોર્ડ વાઇઝ અન સેનેટરી સબ ઇન્સ્પેકટરોની વિગતો પણ જાહેર કરવામાં આવી હતી.
યારે ચોંકાવનારી વિગતો તો એવી સામે આવી હતી કે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવનારની બદલી કરવાનો મામલો છે પરંતુ યારે નિમણૂક કરાયાની તારીખથી હાલ સુધીનો સમયગાળો જોવામાં આવતા અમુક અમુક કર્મચારીઓ તો ૧૯૯૭ કે ૧૯૯૮થી એક જ વોર્ડમાં ફરજ બજાવે છે !! ત્રણ વર્ષથી લઈને છેલ્લા ૨૭ વર્ષથી એક જ વોર્ડમાં અને એક જ સ્થળે ફરજ બજાવતા હોય તેવા ૨૪ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech