રાજકોટ માર્કેટ યાર્ડમાં મસાલાની સિઝન જામી; એક લાખ મણ ધાણાની આવક

  • April 04, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં માર્ચ મહિનાના પ્રારંભથી શરૂ થયેલી મસાલાની સિઝન હવે એપ્રિલના પ્રારંભે ખરા અર્થમાં જામી છે. દરમિયાન આજે સવારે થયેલી હરાજીમાં ધાણા, જીરૂ, મરચા સહિતના મસાલા પાકોની પુષ્કળ આવક થતા હવે આ જણસીઓમાં આવક બંધ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે આજે એક લાખ મણ ધાણાની આવક થઇ હતી, તદઉપરાંત જીરૂ અને મરચા સહિતની જણસીઓમાં પણ મબલખ આવક થઇ છે. આવક વધતા ભાવ જળવાય રહ્યા છે. જ્યારે આજે મેથીમાં સીઝનની સૌથી વધુ ૫૦ હજાર મણની આવક થઇ હતી. તદઉપરાંત ઘઉં, ચણા, તુવેર સહિતની નવી આવકો પણ પુરજોશમાં થઇ રહી છે.


વેફર માટેના સ્પેશ્યલ ડીસાના બાદશાહ બટેટાની આવક શરૂ

ઉનાળો જામતાની સાથે જ વેફરની સિઝન શરૂ થઇ છે ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ડીસા પંથકના વેફર માટેના સ્પેશ્યલ બાદશાહ બટેટાની ધૂમ આવક શરૂ થઇ છે. ડીસા પંથકમાંથી આવતા બાદશાહ બટેટાના દરરોજ ૨૦થી ૨૫ ટ્રક ઠલવાઇ રહ્યા છે. એપ્રિલ અને મે તેમ હજુ બે મહિના સુધી બાદશાહ બટેટાની આવકમાં ઉત્તરોતર વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application