રાજયના આરોગ્ય કમિશનર આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે એ પૂર્વેની રાત્રીના જ નશાની હાલતમા આવેલા બીમાર યુવકને દાખલ કરી સારવાર કરવામાં ન આવતા અંતે મોત થયું હતું. આવા રેસિડેન્ટ તબીબોના કૃત્યથી વખતો વખત બનાવ બની રહ્યા છે જેના કારણે હોસ્પિટલ અને સરકારને પણ શર્મશાર થવું પડી રહ્યું છે.
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના કેટલાક ડોકટર્સના કારણે સરકારી હોસ્પિટલ અને સરકાર બદનામ થઇ રહી છે, પરપ્રાંતિય અને વાલી વારસ ન હોય એવા દર્દીઓને દાખલ કરી સારવાર કરવાની બદલે રઝડતા મૂકી દેવામાં આવતા મોત નિપયાનું અનેક વખત સામે આવ્યું છે. આવી બેદરકારી દાખવનાર ડોકટર્સ સામે કડક કાર્યવાહી કરવામાં ન આવતા હવે આવા બનાવ વારંવાર બની રહ્યા છે.
બનાવની મળતી વિગત મુજબ ગોંડલના વાસાવડ ગામે રહેતો સતીષ બાબુભાઇ (ઉ.વ.૩૧)ના યુવકને રાત્રીના તેનો મિત્ર ગુલઝાર અબ્દુલ શેખ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવતા ઇમરજન્સી વોર્ડમાં જોઈ તપાસી તેને વોર્ડ નં–૧૦માં દાખલ કરવા માટે મોકલી આપવામાં આવ્યા બાદ દર્દીને દાખલ કરવાને બદલે વોર્ડમાંથી નીચે મોકલી દેવામાં આવ્યું હતું અને ગંભીર હાલતમાં દર્દી અને તેના મિત્રએ આખી રાત પાકિગમાં વિતાવી હતી . વહેલી સવારે દર્દી યુવકને તેના મિત્રએ જગાડતા જાગતો ન હોવાથી ફરજપરના સિકયોરિટી ગાર્ડને કહેતા સિકયોરિટીગાર્ડએ હેલ્પ ડેસ્ક અને ઇમરજન્સી પરના ડોકટરને જાણ કરી હતી અને હેલ્પ ડેસ્કના સ્ટાફ તેમજ સિકયોરિટી સહિતનાએ પાકિગમાંથી સ્ટેચરમાં લઇ ઇમરજન્સી વોર્ડમાં લાવતા ફરજ પરના તબીબે ઈસીજી કાઢી મરણ જાહેર કર્યેા હતો. અને આ બાબતે ઈમરજન્સીના ફરજ પરના તબીબે મેડિકલ વોર્ડ–૧૦ના રેસિડેન્ટને બોલાવી દર્દીને દાખલ નથી કરતા આ રીતે ન ચાલે આ ડીસી થઇ ગયું છે તેમ પણ કહ્યું હતું. પરંતુ ડોકટર નામને કલકં લગાડતા ફરજ પરના રેસિડેન્ટ સહિતનાએ હોબાળો ન થાય એ માટે યુકિત પ્રયુકિતથી મૃતદેહને આઈસીયુમાં લઇ જઈ વેન્ટીલેટર પર રાખી નાટક ઉભું કયુ હતું અને સાથે રહેલા તેના મિત્રને એવું કહ્યું હતું કે, આના સગાને બોલાવી લ્યો દર્દી સિરિયસ છે. આથી મૃતક યુવકના ભાઈને જાણ કરતા એ હોસ્પિટલ પહોંચી ગયા હતા મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. દર્દીનો મિત્ર અને દર્દી નશાની હાલતમાં હોઈ એ માનવું રહ્યું પરંતુ સારવાર ન કરવી એ ભાનમાં હોવા છતાં ડોકટરની બેભાન અવસ્થા માનવામાં આવી રહી છે. ત્યારે દરેક વખતે બેદરકારી દાખવનાર તબીબો સામે ડિપાર્ટમેન્ટલી કાર્યવાહી કરી સતોષ માની લેતું હોસ્પિટલ તત્રં આ વખતે કોઈ દાખલાપ કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech