કોંગ્રેસમાં ચાલી રહેલા અણબનાવ વચ્ચે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમનો આ ફોટો ભારત-યુકે વેપાર કરાર પર ચર્ચા પછીનો છે. પોસ્ટમાં શશિ થરૂર પીયૂષ ગોયલ સાથે હસતા જોવા મળે છે.
શશિ થરૂરે પોસ્ટમાં લખ્યું કે તેમણે તેમના ભારતીય સમકક્ષ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં યુકેના વેપાર અને વ્યવસાય સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે ખૂબ જ સારી વાતચીત કરી. લાંબા સમયથી અટકેલી એફટીએ વાટાઘાટો ફરી શરૂ થઈ છે, જે આવકાર્ય છે.
તેમની પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ પોસ્ટ થરૂર તરફથી કેરળમાં શાસક સીપીએમના નેતૃત્વ હેઠળની ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારની નીતિઓની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસ અને થરૂરના વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ આવી છે.
કોંગ્રેસની આગેવાની હેઠળનો યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ રાજ્યનો મુખ્ય વિપક્ષી પક્ષ છે. શશિ થરૂરની ડાબેરી સરકાર હેઠળ રાજ્યના વિકાસની પ્રશંસા કરવા બદલ ટીકા થઈ હતી. વાસ્તવમાં થરૂરે રાજ્યના વિકાસના કેટલાક પાસાઓ વિશે સકારાત્મક વાતો કહી હતી. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી કે તેમણે ખરેખર સીપીએમની પ્રશંસા નહોતી કરી પરંતુ ફક્ત સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં કેરળની પ્રગતિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.
તે જ સમયે, શશી થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કરેલા વખાણની પણ ટીકા થઈ હતી. તેમણે કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતા વધુ સારા નેગોશિએટર ગણાવ્યા છે, તો તે ખુશીની વાત છે. એ પછી, શશિ થરૂરના કોંગ્રેસ પરના વલણથી આ દિવસોમાં પાર્ટીની ચિંતાઓ વધી ગઈ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે શશિ થરૂર સીપીએમમાં જોડાઈ શકે છે જ્યારે કેટલાક લોકો તેમના ભાજપમાં જોડાવાની અટકળો લગાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech