વર્ષના પ્રથમ સૂર્યગ્રહણને લઈને ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલા લોકોમાં ભારે ઉત્સુકતા હતી. પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ મેક્સિકોમાં જોવા મળ્યું હોવાના અહેવાલ છે. આવું જ દ્રશ્ય અમેરિકા અને કેનેડામાં પણ જોવા મળ્યું હતું. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, આ પૂર્ણ દુર્લભ સૂર્યગ્રહણ મેક્સિકોના સ્થાનિક સમય અનુસાર સવારે 11:07 વાગ્યે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, એટલે કે સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયો હતો. જેના કારણે મેક્સિકોનો પ્રશાંત તટ સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો હતો. દિવસે રાતના દ્રશ્ય જેવો અનુભવ થવા લાગ્યો હતો.
મેક્સિકો અને અમેરિકામાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ શરૂ થયા પછી મેક્સિકોમાં 603 કિલોમીટરમાં ફેલાયેલા ઈસ્લા સોકોરો દ્વીપમાં પ્રથમ વખત પૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું. અહીં સંપૂર્ણ અંધકાર છવાયો હતો. થોડા સમય બાદ કેનેડામાં પણ ગ્રહણ દેખાયું હતું. અમેરિકામાં ગ્રહણના માર્ગમાં આવતા ઓછામાં ઓછા 12 રાજ્યોમાં લગભગ 4 મિનિટ 28 સેક્ધડ માટે દિવસ દરમિયાન અંધારું રહ્યું હતું તે જ સમયે, 54 દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું. ભારતમાં સૂર્યગ્રહણ દેખાયું નહીં, કારણ કે જ્યારે ગ્રહણ શરૂ થયું ત્યારે અહીં રાત હતી.
અમેરિકાના ચાકટો સમુદાયની મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઘરમાંથી બહાર નીકળીને વાસણો ખખડાવ્યા. વાસ્તવમાં, તેમના સમુદાયમાં માન્યતા છે કે ગ્રહણના સમયે એક મોટી અને કાળી ખિસકોલી સૂર્યને ખાઈ જાય છે. લોકો ખિસકોલીને ભગાડવા માટે વાસણો વગાડીને અવાજ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech